કર્મો કરો છો સાવ નીચા, આખરે પરિણામ શું મળશે?
જીતી જશો આવા કરેલા કર્મથી, પરિણામ શું કરશે?
થાશો સફળ તો આ જગત આખુંય તમને પાડવા દોડે,
આજે હું ના છોડું મહેનત, તો પછી પરિણામ શું લડશે?
આશા છે ખુદની ભીતરે જીવંત કે સપના થશે પૂરાં,
જો થાય સપના પૂર્ણ તો એ જોઈને પરિણામ શું છળશે?
કંઈક સારી ચીઝ જોતા વેંત મનડું સૌનું મલકે છે,
આવી તમારા મનની આશા જોઈને પરિણામ શું ડરશે?
સાહેબ ચોખ્ખી વાત છે કે શ્રમ વિના તો ના મળે ઈજ્જત!
શ્રમ ના કરો તો અંતમાં શમણાને આ પરિણામ શું અડશે?
દીપ ગુર્જર