ચશ્માંનાં કાચ પર,આવીને બેસી જાય,
ઘડિયાળના ચિત્ર પર, પરફોમ કરતું પતંગિયું.
ક્ષણભર સ્ટેચ્યું થઈ, છૂટૂછવાયું રઝળ્યા કરે,
ઠેકતુકને ઉડી જાય, પરફોમ કરતું પતંગિયું.
સમયને થીજવતું, ચપળતાના દ્વારેથી,
પ્રિયસ્મૃતિમાં સરી જાય, પરફોમ કરતું પતંગિયું.
ગંભીર સ્વરૂપ લઈને, ફિલસૂફીનો ડોળ કરતું,
મંત્રમુગ્ધ થઈ જાય, પરફોમ કરતું પતંગિયું.
પ્રકૃતિનું સખ્ય સાધીને, સ્મરણ સ્તંભ પર કલ્પાતું,
ફરી સજીવન થઈ જાય, પરફોમ કરતું પતંગિયું.
ડૉ. ઉષા જાદવ -“શ્યામા”