આજે પંદરમી ઓગષ્ટનો સપરમો દિવસ હતો… આઝાદી ના પર્વ ની ઠેર ઠેર ઉજવણી થઈ રહી હતી લાઉડસ્પીકર માં દેશ ભક્તિ નાં ગીતો નો શોર બકોર હતો
એ બધામાં આશા એ એક અજુગતો નિર્ણય લઇ લીધો હતો… કંટાળીને…
ત્રણ દીકરી પર એક દીકરો હતો જે જન્મથી અપંગ… અબૂધ અંધ હતો… ઘણી દોટ કાઢી પણ સારું થવાનું હતું જ નહીં ડોક્ટરો પણ દવાઓ નહીં કરવા કહેતાં પણ… પતિ અમર… કહેતો સારું થશે જ… ને બાધા આખડી દવા માટે દોડતાં… ત્રણ દીકરી પર આવેલો પુત્ર.. ઘણાં એ કહેલું કે ત્રખડ… સારો ન કહેવાય પણ અંધ શ્રધ્ધામાં ન માનતાં દવાઓ કરતાં. એવામાં ભગવાને અમરને જ માર્ગ અકસ્માત માં લઈ લીધો આમ ચાર બાળક ને પોતે પાંચ.. જીવનું શું?…
આશા અમરે લવ મેરેજ કરેલાં એટલે સગા સંબંધી થઈ દૂર રહેતાં… મોટી સાત વરસની વચલી પાંચ ને નાની ત્રણ વરસની ને આ… પુત્ર દસ મહિનાનો… આશા ના માથે પહાડ તૂટી પડ્યું શુ કરવું સુજતું ન હતું… ખાસ બચત પણ ન હતી તેથી… કાળ વિચારે આજ ગુંચવાઈ.. ખોટ્ટો વિચાર કરી બધા નો અંત લાવવા વિચારી ને જલેબી ગાંઠીયા લાવી… બધાંએ ભેગાં બેસી.. હરખથી ખાઈને… ભેગાં અંત લાવવો જેથી પાછળ કોઇ દુઃખી ન થાય…. દોડતી દિકરીઓ આવી માનાં હાથનું પડીકું ખાવા કાલા વાલા કરી રહી… ને આશા એ… પડીકું ખોલી ને આપતાં બાળકી ઓ હસી ને જલેબી ગાંઠિયા નો આનંદ લીજજત માણી રહી… ને… આશા.. એમને જોઈ.. થોડી વાર પહેલાં નાં નબળાં વિચારો ત્યાગી ને… લાવેલી દવા ઢોળી રહી… એ જોતાં મોટી પુત્રી પુછી બેઠી માં એ શું છે તું ઢોળી રહી છે….?.. માએ હરખી ને જવાબ આપ્યો એ નબળા વિચારો ને મજબૂત બનાવવાની દવા હતી… આપણને એ દવા ન પોષાય… પલ વાર પહેલાં સમુહમાં મરી જવાની યોજના ને જાકારો આપી… સાહસ કરી ચારે સંતાનને ગળે લગાડી રડી રહી… જાણે નબળા વિચારોથી તે આઝાદી મેળવી જાગી.. અને મનોમન વિચારી રહી… આ બધાં તો કર્મનાં ફળ છે… આજે નહીં તો ફરી ભોગવવા પડશે… બાકી રહી જશે… આ માનવ જીંદગી કોને ખબર ક્યારે પાછી મળશે… ને આ બાળકો ને મારી… કેટલાં પાપો હું વધારી જાત… ના હું આ કપરા કાળને પાર કરી મારાં બાળકો ને જરુર માનવની મોંઘી જીંદગી.. સારી રીતે જીવાડીશ…. નાનાં બાળકો કંઈ જના સમજ્યા પણ… માની મમતા માણી… આનંદ પામ્યાં.. માનાં આંખથી વહેતી અશ્રુ ધાર ને લુછવા વ્યર્થ પ્રયત્ન કરી…. પંદરમી ઓગસ્ટના સપરમાં દિવસને.
આઝાદી દિવસ… સમજી…. ખરેખર માણી રહ્યાં….
કહેવાય છે ને કોઈક પળ વસમી આવે પણ ધિરજથી એ પળને વળાવી દો તો નબળા વિચારો માં નક્કર તાં આવી તમને સહર્ષ… પ્રેરક બળ આપશે….ને એ મનથી મજબૂત નબળા વિચારોથી આઝાદ થઈ……