સામેવાળા માણસની ભૂલો શોધ્યા જ કરવી, બોલીને બતાવી દેવું માણસો વચ્ચે, દરેક કામમાં , વર્તનમાં,વ્યવહારમાં અને સંજોગો સમજ્યા વગર બસ તીખા અને દુઃખે દિલને એવા શબ્દો વાપરીને હેરાન કરવું ,ત્રાસ આપવો એવું કરીને શું મળતું હશે આવા લોકોને ?
તમે પોતે તમારા નજીકના માણસોને ઓળખી ના શકતા હોય, સંજોગો જોઈને વિચારી ના શકતા હોય તો શું ધૂળ સંબંધી કહેવાના લાયક છે એવા નેગેટિવ લોકો….!? આવા લોકો જયારે બીજાને શીખવાડવા જાય ત્યારે સાલું ગુસ્સો અને હસવું બંને સાથે આવે કે પોતાના ઠેકાણા નહીં ને પોતે જાણે પોતાને સર્વગુણ સંપન્ન પરમેશ્વર હોય એમ સમજતાં લાગે છે !!
શાંતિથી જીવવું હોય આવા લોકો સાથે તો,
એક મંત્ર આપું આવા લોકો માટે !?
“ઇગ્નોરાય નમઃ !!!”
VR Darshana Ranpura