બધી રસમ પતાવ્યા બાદ સાંજે રીશેપશન પણ પતિ ગયું આમને આમ વર્ષ વીતી ગયું નિષ્ઠા ના જીવન માં કોઈ જ ફેરફાર નહતો આવ્યો સામાન્યતઃ એ ન તો બાર નીકળતી ન તો કોઈ પ્રશ્નગો માં હાજરી આપતી ફક્ત ઘર ની જવાબદારીઓ સંભળી ને પોતાના મન ને વાળી લીધું હતું
નિષ્ઠા એક દિવસ હીંચકે બેઠી હતી ત્યાં તેની સાસુ આવી અને માથે ફેરવીને પૂછ્યું
બેટા પતિપત્ની ના સંબન્ધ માં માં ક્યારેય ન બોલે પણ હું તારી બેનપણી પણ છું બકા વર્ષ વીત્યા છેઃ નથી હસ્તી નથી ફરવા જતી નથી અભી જોડે વાતો કરતા જોઈ શું તકલીફ છેઃ?
મમ્મી તમે મને દીકરી ગણી અને દીકરીના જેમજ રાખી વર્તી પણ એક પ્રશ્ન પૂછું?
હા બેટા પૂછ ને માથે હાથ ફેરવ્યો
અભિમન્યુ ને લગ્ન ની વાત ચલાવતા પેહેલા એમની રાય લીધી હતી? એમની સાથે બેસીને એમનું મન વાચ્યું હતું? એમના વિચારો જાણ્યા હતા?
નીશું હું માં છું એનું ખોટું તો ના જ ચાહું છું તારા જેવી દીકરી એની પત્ની બની એ મોટી વાત છેઃ બેટા
મોટી વાત હશે મમ્મી પણ તમે જે ના પૂછ્યું એ મારાં જીવન ની બરબાદી બની ગઈ નીશું બરબાદી? આષ્ચર્ય માં આખો ફાટી ગઈ મન માં ધ્રાસ્કો પડ્યો બેટા શું તું શું કહેવા માંગે છેઃ? મમ્મી અભિમન્યુ એ મને એક વાર પણ આખો ઉંચી કરીને જોઈ જ નથી વાતો કરવાની વાત તો દૂર ની છેઃ
બનેતો મમ્મી હવે વાત કરી લો આટલુ કહેતા નિષ્ઠા અચાનક જમીન ઉપ્પર ધળી પડી
લેખિકા દેસાઈ માનસી