સારાહ ખૂબ જ નાખુશ હતી, કારણ કે, તે તેના પિતાના સ્વપ્નને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહી હતી. તે એક કલાકાર બનવા માંગતી હતી, પરંતુ તેના પિતાએ તેને વકીલાત ભણવાની ફરજ પાડી, જ્યારે તેનો મોટો ભાઈ પોતાની પસંદગીના વ્યવસાયમાં જવા માટે સ્વતંત્ર હતો. તે ફૂટબોલ ખેલાડી બની ગયો. આને તમે શું કહેશો? હા. લિંગ ભેદભાવ.
માયાના લગ્ન ૧૮ વર્ષની નાની ઉંમરે થયાં હતાં, કારણ કે તેની માતાનું એવું માનવું હતું, કે છોકરીઓને વધુ અભ્યાસ કરવાની જરૂર નથી, અંતે તો તેને ગૃહિણી જ બનવાનું છે.
સાનવીને કંઈ પણ પોતાની ઈચ્છાથી કરવાની પરવાનગી નહોતી. દરેક નાની મોટી વસ્તુ માટે પતિ અથવા સાસુમાની રજા લેવી પડતી. ભણેલી અને આજના મોડર્ન જમાનાની હોવા છતા નોકરીએ લાગવા માટે પણ પતિ અને સાસુને છ મહિના સુધી મનાવવા પડ્યા.
ઉપરોક્ત દરેક એપિસોડ કેટલીક નાની અથવા મોટી રીતે સ્ત્રીઓ સાથે અન્યાય દર્શાવે છે. તમારા મનમાં જરૂર આ પ્રશ્ન આવ્યો હશે કે, આજના આધુનિક સમયમાં આવું કોણ કરતું હશે? અને કઈ સ્ત્રી આવી નાઇન્સાફી સહન કરતી હશે? તો ચાલો એક નજર નાખીએ નીચે આપેલ સંખ્યાઓ પર.
૧. ભારતમાં ૨૦૦ કરોડથી વધુ અભણ મહિલાઓ છે.
૨. ૨૭% છોકરીઓ ૧૮ વર્ષની ઉંમરે અને ૧૫ વર્ષની થાય તે પહેલાં ૭% છોકરીઓને લગ્નની ખૂંટી એ બાંધી દેવામાં આવે છે.
૩. બાળમજૂરીની કુલ ગણતરીમાંથી ચાલીસ લાખથી વધુ છોકરીઓ છે.
૪. ભયાનક રીતે, દર ૧૬ મિનિટમાં, ભારતમાં ક્યાંક કોઈ સ્ત્રી પર બળાત્કાર કરવામાં આવે છે.
૫. ભારતભરમાં દર ૧૦૦,૦૦૦ માંથી ૧૬ મહિલાઓએ કોઈક સ્વરૂપે ઘરેલું દુર્વ્યવહારનો અનુભવ કર્યો છે.
આપણે, શિક્ષિત અને સમકાલીન લોકો, ખરેખર માત્ર એક મુઠ્ઠીભર છીએ. તદુપરાંત, આપણી જીવનશૈલી અને આરામદાયક, ડિજિટલ વર્કિંગ વાતાવરણને લીધે, આપણે વંચિત અને ઓછા નસીબદાર લોકોના નિયમિતપણે સંપર્કમાં આવતાં નથી. જ્યાં સુધી તમે તેમની સાથે કામ ન કરો ત્યાં સુધી નહીં. તેથી તમારા માંથી ઘણાને, ઉલ્લેખિત આંકડા તદ્દન ચિંતાજનક લાગતા હશે.
સ્ત્રી હોય યા પુરુષ, જો દરેક વ્યક્તિ આને પોતાની જવાબદારી સમજે, તો સ્ત્રીની આ ખરાબ સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. એક બીજાને સશક્ત બનાવવા, સમાન અધિકાર સુરક્ષિત કરવા, લિંગના કથનને પડકારવા અને આપણી દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય સ્થાપવા માટે, સ્ત્રીઓમાં એક વિશાળ આંદોલન ચાલી પડ્યું છે. આપણે એ વિચારવાનું છે, કે આંતરિક રીતે આપણે સ્ત્રીઓની હાલત સુધારવામાં શુ યોગદાન આપી શકીએ છે. દૂર નથી જવાનું, આપણે ફક્ત એટલું જોઈએ કે આપણી આસપાસ આપણે શું ફેરફાર કરી શકીએ છીએ.
સ્ત્રીઓની સ્થિતિનો ચહેરો બદલવા માટેનું સૌથી નોંધપાત્ર પાસું, શિક્ષણ છે. જ્યારે સ્ત્રી સાક્ષરતાનો દર વધશે, ત્યારે જ તે અન્ય ક્ષેત્રોમાં પણ તીવ્ર પરિવર્તન લાવશે.
એક શિક્ષિત સ્ત્રી આપમેળે પોતાના સંજોગોમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરશે. ક્રાંતિની પ્રથમ તરંગ કે જે શિક્ષણ વ્યક્તિમાં લાવે છે, તે છે આત્મવિશ્વાસ અને સ્વાભિમાન.
સર્વેની ઈચ્છા હોય છે કે કોઈ એને સાંભળે. બધાની પાસે પસંદગીઓ હોય છે અને નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઈએ, ભલે પછી તે પુરુષ હોય કે સ્ત્રી. મુક્તિ મનુષ્યના આ અધિકારોનો આદર સાથે પ્રારંભ થાય છે. મહિલાઓ માત્ર ઘરની જ તાકાત નથી હોતી, પરંતુ જ્યારે તક મળે, ત્યારે તે રાષ્ટ્રની શક્તિ પણ બની શકે છે.
શમીમ મર્ચન્ટ