હવે પ્રેમમાં તડપવું નહિ ફાવે,
વારંવાર મને નમવું નહિ ફાવે.
હા કહી કહીને હંમેશા લટકાવે છે,
આવા જૂઠાં વચનોમાં લટકવું નહિ ફાવે.
જો હોય વિશ્વાસ તો ચાલ સાથે,
પછી, અધવચ્ચે અટકવું નહિ ફાવે.
કાંટાળી ડાળી પર ખીલેલું પુષ્પ છું,
આશાઓ મારી તૂટવું નહિ ફાવે.
ચાહી છે તને હંમેશા સાચા દિલથી,
‘મનીષ’ ને એકલવાયું જીવન જીવવું નહિ ફાવે.
– મનીષ ચુડાસમા
“સ્નેહનું પવિત્ર ઝરણું”