તું મને રોજ મળે ને હસે છે
આ હસવાનો તારે શોખ છે કે શું
કેમ?
કેમકે મને ત્યાં પ્રેમ થઈ જાય છે ,
હોઠ ચૂપ રાખી ના બોલવું
આ તારો મૌન વ્રત છે કે શું
કેમ ?
કેમકે મને ત્યાં પ્રેમ થઈ જાય છે
તારી આંખો જોઈ રહી મને
ના છટકે ક્યાંય નજર
તને આ જાંખવાનો શોખ છે કે શું
કેમ?
કેમકે મને ત્યાં પ્રેમ થઈ જાય છે
મને ખબર છે શરમ લાગે છે તને બોલતા
પણ આ શરમ ક્યાં સુધી બોલ કાંઈક
તું ના બોલી શકે તો કાંઈ નહીં હું બોલી દઉં
બોલવા ગયો ને ત્યાં જ મને બ્લોક કરી દીધો..
મને પાછું એમ કહેવું એનું કે તું ક્યારનો થઈ ગયો આવો
પણ ખરેખર તેને આ કહેતા તેના અરીસામાં જોયું હતું કે નઈ ….
.
.
.
.
સાથ બીજાનો પકડી રોજ મળે છે મને તે
હસી તો તે જ છે બસ ગણી બદલાઈ ગઈ છે એ
હવે ફસાઈ ના શકે મને તું
કેમકે અનુભવ કરીને આવ્યો છું હું
રમત રમતા તને આવડે છે સારી
પ્રેમની જાળ માં ફસાઈ ગયા હતા તારી
એટલે જ કહું છું
હસવાનો, ચૂપ રહેવાનો, આંખો થી ખેંચવાનો
આ તારો શોખ છે કે શું?
કેમકે મને ત્યાં પ્રેમ થઈ જાય છે….
“નવો નવો અનુભવ પ્રેમનો”
~ Rajdip