આજકાલ દિવાળી અને નવા વર્ષે ની ધામધૂમ થી તૈયારીઓ થઈ રહી છે. ઘર ની સાફ -સફાઈ અને ઘરને સજાવવા માં ઘરના દરેક સભ્યો પોત પોતાની રીતે મદદરૂપ થવા પ્રયત્ન કરી રહ્યા છે
ઘર ને એક જાણે નવું રૂપ જ મળી જાય એ રીતે એને શરણગાવા માં આવે છે બાળકો માં પણ અનેરો ઉત્સાહ જોવા મળે છે વેકેશન ની મોજ સાથે નવા કપડાં, ફટાકડા અને મીઠાઈ ઓ મળવા થી ખૂબ જ ખુશ થયેલા જોવા મળે છે સાથે સાથે વડીલો માં પણ તહેવારો અનેરો ઉત્સાહ જોવા મળે છે ઘરના દરેક સભ્યો સાથે મળી ને આવનાર નવા વર્ષે ને ખૂબ ઉત્સાહ અને પ્રેમ થી વધાવે છે સાથે સાથે ઘર માં નવા વર્ષે માટે ધાર્મિક વિધિ પણ કરવામાં આવે છે લક્ષ્મી માતાજી ની પૂજા, ચોપડા પૂજા, નિવેદ જેવી ધાર્મિક વિધિ અને પૂજા પાઠ પણ પુરી શ્રદ્ધા અને ભાવપૂર્વક કરવામાં આવે છે.
આવનાર નવું વર્ષે સર્વે માટે સુખદાયી અને માંગકાલી રહે એવી ઈષ્ટ દેવતા ને પ્રાર્થના સાથે નવા વર્ષે ની શુભ શરૂ આત કરવામાં આવે છે.
હેતલ. જોષી