નવરાત્રી – એક પવિત્ર પર્વ જેમાં મા જગદંબા એ મહિષાસુર નો વધ કરી ધર્મ ની પુનઃસ્થાપના કરી હતી ! નવરાત્રી ની ઉજવણી “ગરબા” રમી ને ઉજવવામાં આવે છે . ગરબા શબ્દ સંસ્કૃત શબ્દ “ગર્ભ” પર થી ઉદભવ્યો છે. આપણી સંસ્કૃતિ માં દિવા ની આસપાસ પરિક્રમા કરવાનો અર્થ એ જ ગરબા કહેવાતા. દીવાને માટી ના વાસણ માં મુકવામાં આવતો જેના ચારે તરફ ૨૭ છિદ્ર કરવામાં આવતા , બ્રહ્માંડ માં ૨૭ નક્ષત્રો અને ચાર મૂળભૂત દિશા હોવાથી આ રચના કરવામાં આવતી, જેથી ૨૭*૪ = ૧૦૮ એટલે કે બ્રહ્માંડ ની પરિક્રમા સમાન જ ઉજવણી કરવામાં આવતી !
સમય જતાં આપણી આગળ ની પેઢીઓ આપણને આ સમજાવવામાં અસફળ રહી અમે ગરબા જેવી પવિત્ર કળા એક દંભી અને અસભ્ય નૃત્ય માં પરિવર્તિત થયો !
આ વર્ષે ગરબા ના થવાનું દુઃખ તો છે , પણ સાથે સાથે ખુશી પણ છે કેમકે માતા નું અનુષ્ઠાન તો ઘરે થી પણ થઈ શકે છે અને વાત રહી ગરબા ની એ તો સાવ બંધ છે , એક વર્ષ તો રાહત થઈ . બસ માતાજી ને પ્રાથના કે જે લોકો ને સુજ બુજ પ્રદાન કરે , શેરી ગરબા કરે અને ૯ વખત પરિક્રમા કરી માતાજી ની સાચી ભક્તિ કરે
માં જગદંબા સૌનું કલ્યાણ કરે ?