નવરાત્રિ નો પર્વ નવરંગ ભરી આવે સૌનાં હૈયામાં.. શક્તિ અગણિત.. સાથે ભક્તિ કરાવે. આદિ કાળથી નવરાત્રિ પર્વ ઊજવાતો આવે છે. સમય અનુસાર એના રુપ રંગ માં મહદ અંશે ફેર ફાર થાય છતાં એનો મહિમા અજરા અમર છે. નારી શકિતનું પ્રતિક પ્રમાણ સાથે ભક્તિનો રંગ પણ જોડાય છે. આમ નવરાત્રિ નાં નવ દિવસો નવ રાત ગણાય ખાસ પ્રચલિત ચાર નવરાત્રિ માં ચૈત્ર અને આસો ની નવરાત્રિ વધુ મનાવાય છે. સનાતન ધર્મમાં પુરુષ પ્રધાન દેશ છતાં આદિ શક્તિ ને પરંપરાગત મનાવીએ છીએ… તહેવારો થી રોજીંદા દોડધામનાં જીવનથી બ્રેક મળે છે. ફક્ત જીવવું જ છે માટે એવું નથી સત્યને સમજતાં ધર્મ કર્મં ને પણ સમજવું અનુકરણ કરવું જોઇએ… ક્યારે જીવન પૂર્ણ થઈ જશે એની કોઈને ખબર નથી… તેથી તહેવારો ધાર્મિક તા સમજાવી આપણને જાગૃત કરે છે….. ધર્મ ભાવના સમજતાં આપણે સત્ય ને જાણી શકીએ… ખાલી આવ્યા ને ખાલી જ જાવાનું છે.. અહીંનું બધું અહીં જ રહી જશે… આવશે શું?..
એ જાણવા સારા કર્મો કરવા ધર્મ ને સમજી જીવવું માયાથી વિરક્ત થવું જરુરી છે….. નવરાત્રિ નાં નવ દિવસ માની સ્તુતિ જપ તપ અનુષ્ઠાન… ઉપવાસ વ્રત.. વગેરે કરી.. મન તરંગોને શાંતિ અપાય છે.. ચૈત્રની નવરાત્રિ વસંતનો માહોલ આવે છે. જ્યારે આસોની નવરાત્રિ.. ધનધાન્ય થઈ વરસાદથી પ્રકૃતિ સુંદર બની તહેવાર લાવે છે. શરદ ઋતુ નો સમય હોય ને નવરાત્રિ માં રાસની રમઝટથી શરીર સ્વાસ્થ્ય પણ સુધરે છે. ભેજવાળી ઋતુ હોવાથી ઉપવાસ ફળાહારથી શરીર શુધ્ધ બને તેથી વિચારો શુધ્ધ બની ભકિત રંગ ખીલી રહે ઝીલી શકાય.
અહીં વાત છે સ્ત્રી શકિત ની પુરુષ પણ સ્ત્રી વિના અધુરો છે. બંન્ને થજ પ્રકૃતિ શકયછે. વાત આદિકાળની છે.. શિવ શક્તિની. શિવનાં લગ્ન સતી સાથે થયા પણ દક્ષ પ્રજાપતિ ને ન ગમ્યું… એકવાર તેમણે મહાયજ્ઞ કર્યો જેમાં શિવને સ્થાન ન આપ્યું. સતી જે દક્ષની પુત્રી હતી તેને દક્ષે યજ્ઞમાં આવવાનું આમંત્રણ ન આપ્યું છતાં જીદ કરી સતાી પિતા દક્ષનાં ઘરે આવી.. માન સ્થાન ન જોતાં તે યોગથી બળી મરી. શિવને ખબર પડતાં આવી એને કલ્પાંત કરતાં ફરી રહ્યાં ને બળેલાં અંગો લાંબા સમયે એકાવન સ્થળે પડતાં ત્યાં એકાવન શક્તિ પીઠ રચાઈ… જે સ્ત્રીઓ નું જીવનના વિવિધ ક્ષેત્રોમાં મહત્વ બતાવે છે અને તેને પૂજનીય બનાવે છે….. નવરાત્રિમાં જ આદ્યશક્તિ એ મહિષાસુર રાક્ષસને ત્રાસથી મુક્ત કરવા હણેલો અને તેની યાદમાં નવરાત્રિ ઉજવાય છે… નારીની જયકારો થાય છે..
નવ દિવસ નવ દુર્ગા નવ માતાજી નો મહિમા ગવાય છે..
૧) શૈલપુત્રી જન્મ લેતી પુત્રી,
૨) કૌમાર્ય અવસ્થાવાળી બ્રહ્મચારિણી રુપ
૩) યૌવનરુપેચંદ્રસમાન રુપે ચંદ્રઘંટા
૪) નવા જીવને જન્મ આપનારી કુષ્માંડ રુપે
૫) સંતાનને જન્મ આપ્યા પછી સ્કંદ માતા રુપે
૬) સંયમ સાધના કરનારી કાત્યાયની રુપે
૭) સંકલ્પથી પતિની અકાળ મૃત્યુ ને જીતી લેનારી કાળ રાત્રિ રુપે
૮) સંસાર કુટુંબ ભાવે ઉપકાર કરનારી મહાગૌરી રુપે
૯) અંતમાં ધરતીને છોડી સ્વર્ગારોહણ થઈ પહેલા સંતાનને સર્વે સુખ સંપદા નાં આશિર્વાદ દવાવાળી સિધ્ધિ દાત્રી રુપ હોય છે.
આમ નવરાત્રિ માં આ નવધા શક્તિની ઉપાસના થાયછે. જે બતાવે છે કે નારી શક્તિ સર્વો પરી છે. જ્યારે સ્ત્રી શકિતનું સન્માન થાશે જળવાશે જ્યાં જ્યાં ત્યાં સુખ મય વાતાવરણ થશે… સ્ત્રી શક્તિનું સન્માન જરુરી છે… સ્ત્રી ઘરનું ઢાંકણ છે.
.. આજનાં ફાસ્ટ યુગમાં સ્ત્રી ભલે આધુનિકતાનાં અંચળામાં ફરતી દેખાય પણ શું એ શુરક્ષિત છે?
સ્ત્રી વિના જીવન નથી એ પણ સમજાતું નથી જાણજો જે ઘરમાં સ્ત્રી નહોય એનાં હાલ તો સમજાશે જરુર…. આધ્યશક્તિ એ મહિષાસુરનો વધ કર્યો તેમ આપણે સૌએ પણ મનમાં હૈયામાં છુપાયેલા મહિષાસુર ને મારવો જોઈએ તો જરુર રામ રાજ્ય સ્થપાશે જે ઘરમાં સ્ત્રી નું માન હશે ત્યાં માનવતા જરુર જાગશે…
અહીં વાત કરીએ ગરબાની.. ગરબો એટલે માટી માટલા રુપે આપેલો આકાર.. જેમાં ગર્ભિત શક્તિ છે. જે બ્રહ્માંડ નું પ્રતિક છે. આપણાં તનની જેમ એ પણ પંચ તત્વો નું બનેલું છે… માટી ને કેટલી યાતના એ (ભેગી કરી ખૂંદવું, પાણી નાંખી ઢાળવું, ચાકડે ચડાવી ફેરે ફેરે થાપતાં ઘાટ આપવો એને પકાવવા અગ્નિ માં શેકવું. કાચું પાકું જોવા ટકોરા સ્હેવા… છિદ્રે વિંધાવું, પછી રંગી સુશોભિત કરવું) ત્યારે ગરબો શોભી ઊઠે અને પૂજનમાં ઉપયોગી બને… શક્તિ સ્વરુપે કહેવાય પૂજવા યોગ્ય બને.. અહીં કહેવું કે શાસ્ત્રોક્ત રીતે ગરબામાં સત્ય આવીશ છિદ્રો જે નક્ષત્રો છે. એનાં ચાર ચરણે ચાર લાવીને કુલ એકસો આઠ છિદ્રો કરાય જે ગરબો બ્રહ્માંડ નું પ્રતિક પૂજાય ગરબી રંગ બેરંગી કોતરેલી બનાવી ગરબાને ઉપર મુકાય છે.. જે ચોકની વચ્ચો વચ મુકી એનાં ગોળાકારે ગરબા રમાય માતાજી નાં છંદ સ્તવન ગરબા દુહાઓ ગવાય જે મનોબઢ આપનારાં ગણાય ભલે આજે જમાના અનુસાર ફેરફાર થયાં છે પણ મૂળ વાત તો માતાજીની આરાધના ભક્તિ ની જ છે. અહીં પૂજા આરતી દર્શન પ્રસાદ ધરાવી બધાને અપાય છે ગરબાની અંદર દીવો પ્રજ્વલિત કરતાં સુંદરતા દિવ્યતા પ્રકટ થતી જણાય છે રાત્રિનાં અંધકારમાં તે ઝગમગી પ્રકિશ પૂંજે શક્ત રુપે જવાયછે… આબાલ વૃધ્ધે બધાજ આ ભક્તિ પર્વ માં રસ લઇ આનંદ ભક્તિ કરી શક્તિ મેળવે છે… ગરબી માં આમ ગરબે રમતાં બ્રહ્માંડ ની પરિક્રમા સમાન પુણ્ય મળે છે..
સૌ આ શક્તિ નાં તહેવાર નૈ ભક્તિથી મનાવે છે..
યથા શક્તિ દાન ધર્મ કરે છે… અહીં અચૂક રાધા કૃષ્ણ નો રાસોત્સવ યાદ કરી રાસ ની રમઝટ બોલાય છે… રંગબેરંગી નવા વસ્ત્રો માં સૌ નાનાં મોટાં સ્ત્રી પુરુષો બાળકો… મોજ થઈ રમે છે મોડી રાત સુધી જાગરણ કરે છે..
હા આ વર્ષે કોરોના નો ભય છે તો પણ ઓનલાઈન કે ઘર પરિવારના ભેગાં થઈ સારી રીતે ઊત્સવ મનાવી માતાજી પાસે સુખ રુપ સમય જલ્દી આવે કોરોના ભાગી જાય એવી પ્રાર્થના માના ચરણમાં મૂકે છે… માતાજી જરૂર માગ્યું આપે છે. મા કોઈ નું (સંતાનોનું) દુઃખ જોઈ શકતી નથી તેથી જરૂર સારો સમય સૌની માટે આવશે. શ્રધ્ધા થી બસ યથા શક્તિ ભક્તિ કરો, આધ્યશક્તિ જરુર જોશે આપણને સૌને..
અસ્તુ