નમસ્કાર મિત્રો,
અત્યાર સુધી આપણે એકથી આઠ સ્થાન સુધીના બૃહસ્પતિના શુભાશુભ પ્રભાવ વિષે જાણકારી મેળવી. આજે આપણે જોઈએ કે નવમા સ્થાનમાં રહેલા બૃહસ્પતિ મહારાજના આપણા જીવન પર કેવા પ્રભાવો હોય છે તેની માહિતી મેળવીશું.
નવમા સ્થાનમાં રહેલા ગુરુની માહિતી
माया छोड संसार की, न धर्म बनता
धर्म स्वयं उलझन, सभी कुछ ही जलता
धन की थैली पांच तीजे, योग पालन १२ हो
माया धन मुतर समझे, फिका पानी गंगा हो
पांच चौथे बुध जो बैठा, राजा योगी होता हो
पापी शत्रु पांचवे आया, बेटे दुखिया मरता हो
મિત્રો, કુંડળીમાં નવમું સ્થાન ભાગ્ય સ્થાન કહેવામાં આવ્યું છે અને આ સ્થાનનો ગુરુ શુભ ગણવામાં આવે છે. આવો જાતક ખાનદાન, ધનવાન અને યોગી સ્વભાવનો હોય છે. અખૂટ સંપત્તિ હોવા છતાં આવા જાતકો તેના થકી મોહમાયા રાખતા નથી અને તેને માયા અને હાથના મેલ બરાબર માનનારા હોય છે. આવા જાતકો “પ્રાણ જાયે પાર વચન ના જાયે” વળી પ્રકૃતિ ધરાવતા હોય છે. જયારે પણ આવા જાતકો પાર કોઈ સંકટ આવે ત્યારે તેમને કુદરતી મદદ મળી રહે છે. વચન પાલનથી તેઓ ધર્મનું પાલન કરે છે અને ધર્મના પાલનથી તેમના ધ્યાનમાં વૃદ્ધિ થાય છે. આવા જાતકોની વાણી પણ એટલી પવિત્ર હોય કે કદાચ તેઓ કોઈને શાપ આપે તો પણ સામે વાળનું ભલું જ થાય.
હવે આપણે નવમા સ્થાનના ગુરુની શુભતા અને અશુભતા વિશે જાણીશું.
નવમા સ્થાનના ગુરુનો શુભ પ્રભાવ
જો કુંડળીમાં નવમા સ્થાનનો ગુરુ શુભ અવસ્થામાં હશે તો તેનું ચાલચલન ઉત્તમ હશે. તે પોતે દારૂ અને માંસાહારથી દૂર રહેતો હશે અને હોશિયાર હશે. તેને માતાપિતાનું સંપૂર્ણ સુખ મળે છે. આવા જાતકના જીવનમાં આર્થિક પરિસ્થિતિનો તાગ કુંડલીના ત્રીજા અને પાંચમા ભાવ પરથી મેળવી શકાય છે.
જો ત્રીજા સ્થાનમાં કોઈ નાર ગ્રહ હોય અને તેની દ્રષ્ટિ ગુરુ પાર પડે છે તો આ ગુરુનો શુભ પ્રભાવ ત્રણ ગણો વધી જાય છે અને જે ગ્રહની દ્રષ્ટિ પડે છે તેનો પ્રભાવ પણ શુભ થાય છે. આવા જાતકના જન્મ પહેલા તેના પરિવારની આર્થિક સ્થિતિ માધ્યમ હોય છે પણ તેના જન્મ પછી તે સારી થઇ જાય છે. જો કે જો શુક્ર અને ચંદ્ર આ સ્થાનમાંથી ગુરુ પાર દ્રષ્ટિ પાડે તો જાતકનું જીવન ઉત્તર ચડાવવાળું રહે છે.
જો કુંડલીના ૨-૫-૯-૧૨મા સ્થાનમાં બુધ/શુક્ર/શનિ/રાહુ શુભ અવસ્થામાં હોય તો જાતક વાચનપાલક અને યોગી સ્વભાવનો હોય છે. જો બુધ કુંડળીમાં ૪-૫ સ્થાનમાં હોય તો જાતક રાજા હોવા છતાં પણ સાધુ સ્વભાવનો હોય છે. તેની પાસે ખૂબ ધન વૈભવ હોવા છતાં તે સામાન્ય જીવન જીવનાર હોય છે. જો કુંડળીમાં સૂર્ય શુભ હોય તો જાતક કદી ધર્મહીન થતો નથી અને જો કદાચ તે ધર્મહીન થવાનો હોય તો તે પહેલા તેનું આયુષ્ય પૂરું થઈ ગયું જોઈ શકે છે. જો શનિ પાંચમા સ્થાનમાં હોય તો ૩૩ થઈ ૩૯ વર્ષની ઉંમરમાં જાતકની આર્થિક પ્રગતિ થાય છે જો કે સંતાનની બાબતમાં આ શનિનું ફળ મંદુ ગણવું.
નવમા સ્થાનના ગુરુનો અશુભ પ્રભાવ
જયારે દ્રષ્ટિ મુજબ ગુરુ ખરાબ થતા હોય છે ત્યારે જાતક નાસ્તિક અને ધર્મને છોડી દેનાર બની જાય છે. જો લગ્ન સ્થાન કુંડળીમાં ખાલી હોય તો જાતકનું સ્વાસ્થ્ય નબળું રહે છે અને તેને હૃદયરોગ પણ થઇ શકે છે. જો ત્રીજું અને પાંચમું સ્થાન ખાલી હોય તો પોતાના ભાગ્ય માટે તેને દુનિયા સામે ખૂબ લડવું પડે અને મહેનત કરવી પડે છે.
જો પાંચમા સ્થાનમાં બુધ કે શુક્ર કે પાપી ગ્રહો હોય તો જાતક સ્વાર્થી બની જાય છે અને પોતાનું ધાર્યું કરવામાં માને છે. ખાસ કરીને તે પોતાના નર સંતાનો તરફથી ખૂબ દુઃખી થાય છે, જેની પહેલી નિશાની તરીકે જાતકનું પોતાનું ધર્મહીન અને સ્વચ્છંદી થવું.
નવમા સ્થાનમાં રહેલ ગુરુ મહારાજના ઉપાયો
૧. રોજ મંદિર કે કોઈ ધર્મસ્થાનમાં માથું ટેકવવું.
૨. પોતાના વડીલોની ઈજ્જત કરવી અને તેમને સાથે રાખીને આગળ વધવું.
૩. બુધનો શુભ પ્રભાવ મેળવવા પોતાના નાકમાં ૧૦૦ દિવસ સુધી ચાંદી પહેરવી.
૪. સવારે ટૂથપેસ્ટની જગ્યાએ ફટકડીથી દાંત સાફ કરવા.
૫. જમણા હાથમાં સ્ટીલનું કડુ પહેરવું.
૬. જો પહેલા સ્થાનમાં બુધ કે શુક્ર હોય તો પોતાનું દીધેલું વચન ચોક્કસ પાળવું.
૭. કોઈને જૂઠી આશાઓ ના બાંધવી.
૮. ચરિત્ર શુદ્ધ રાખવું.
આદિત શાહ – ૮૩૦૬૪૧૧૫૨૭