તું શું છે ? નથી ખબર !
વિચારો ની અસ્થિરતા અનુભવી નહોતી .
તારી કલ્પના માત્ર થી મારું મન શાંત પાણી માંથી વિશાળ સમુદ્ર બની જાય છે.
સમુદ્ર. કે જેના ઘુઘવાટા થી ડરી જવાય !
શું કામ ? નથી ખબર !
એકાંત થી હું ડરતી.
હવે એકલા માં પણ સાથે મેળો અનુભવું છું .
મેળો . તારા વિચારો નો !
કોને લીધે ? નથી ખબર !
મારું જે કઈ પણ હતું એ અજાણ્યું નહોતું .
ખુલ્લા પુસ્તક ને એક ખજાનો બનતા જોયો છે ?
ખજાનો . તારી અખૂટ યાદો નો !
કેમ બન્યો ? નથી ખબર !
બોલવા માટે ઉત્સાહ નો ઢગલો હું.
લાગણી ઓ વ્યક્ત કરવા લખવું પડે એમ નહોતું .
મારું લખાણ . તારા સુધી ન પોહચેલી અનહદ લાગણીઓ !
કેવી રીતે ? નથી ખબર !
ધાર્યું ન થતા બેબાકળી બનતી હું .
બધું જ વિરુદ્ધ ચાલે છે છતાં શાંત છું .
શાંત . એવું કે જે અંતર માં લાખો વાતો ને સમાવી લે !
શું કામ ? નથી ખબર !