તડકાને લાગી છે ટાઢક અમસ્તી,
નક્કી વાદળ વધ્યાની આ વાત છે.
વાયરાના વાદે છે ફુલોની વસ્તી,
નક્કી ઝાકળ વધ્યાની આ વાત છે.
આંખોએ માપી છે ટેરવાંની મસ્તી,
નક્કી આગળ વધ્યાની આ વાત છે.
– રવિ ઈલા ભટ્ટ
© 2022 MediaHives - All Right Reserved by iGujju.
© 2022 MediaHives - All Right Reserved by iGujju.