મોટાભાગના લોકોને દૂધીનું શાક ભાવતુ હોતુ નથી. આ શાકનું નામ સાંભળતા જ લોકોનું મોં બગડી જાય છે. તો આજે અમે તમને એક એવી વાનગી વિશે જણાવીશું જે તમે એક વાર ખાશો તો વારંવાર ખાવાનું મન થશે અને તમને મજા પણ પડી જશે. આ વાનગી તમે ખૂબ જ ઝડપથી ઘરે બનાવી શકશો અને પેટ ભરીને ખાઇ પણ શકશો. તમે ચણાના લોટના, કોબીજ તેમજ પનીરના પકોડા તો ખાધા જ હશે પરંતુ આજે અમે તમને શીખવાડિશું દૂધીની છાલના પકોડા. તો જાણો આ પકોડા ઘરે કેવી રીતે બનાવશો.
સામગ્રી
- 2 મોટી ચમચી સોજી
- 4 મોટી ચમચી બેસન
- લાલ મરચું
- હળદર
- અજમો
- 2-3 ડુંગળી
- સ્વાદાનુંસાર મીઠું
- 4 ચમચી તેલ
- દૂધીની છાલ
બનાવવાની રીત
- દૂધીની છાલના પકોડા બનાવવા માટે સૌ પ્રથમ દૂધની ધોઇને એની છાલ કાઢી લો.
- હવે આ છાલને ફરીથી એક વાર ધોઇને એને પ્લેટમાં લઇ લો.
- પછી એક વાસણમાં સોજી, બેસન, મીઠું, અજમો, હળદર, લાલ મરચું..આ બધુ બરાબર મિક્સ કરી લો.
- હવે ડુંગળી લો અને એને ઝીણી સમારી લો.
- પછી દૂધીની છાલ લો અને એને આ મિશ્રણમાં સારી રીતે મિક્સ કરી લો.
- ખાસ ધ્યાન એ રાખો કે મિશ્રણ બહુ પાતળુ ના થઇ જાય, નહિં તો પકોડા ઉતરશે નહિં.
- એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા મુકો.
- હવે આ મિશ્રણમાંથી રોલ કરીને ગોળકારા આપીને આકાર આપો.
- તેલ ગરમ થઇ જાય એટલે પછી એમાં એક-એક પકોડાને ફ્રાય કરો.
- પકોડા બ્રાઉન રંગના થાય ત્યારે એને બહાર કાઢી લો અને એક પ્લેટમાં મુકો.
- તો તૈયાર છે દૂધીની છાલના પકોડા. આ પકોડા તમે ટોમેટો કેચઅપ અથવા ચટણી સાથે ખાઓ છો તો બહુ મજા આવે છે.