સારા સમય ની જેમ
દુઃખ ના દિવસો પણ ઘર કરવા નથી આવ્યા
જેમ દિવસ ના કલાકો…આવ્યા અને ગયા.
આતો આપડા ધૈર્ય ની પરીક્ષા છે
નિષ્ઠા અને સંકલ્પ દેખાડવાનો કાળ છે
દુઃખ ની ઋતુ પણ તો, અલ્પકાલિક હોય છે!
ઉદાસી ના દિવસો માં…..
દુઃખ તો થાય અને થવું પણ જોઇયે
મન ની મન માં ન રખાય
તે છતાં, સમય સર નિયંત્રણ જરૂરી બની જાય
દુઃખ ની ઋતુ ના પણ ઘણા લાભ મેળવી શકાય
વિતેલા સમય પર પ્રતિબિંબિત કરો
સીખ લ્યો……. આગળ વધો
ઉંમર અને અનુભવ નો ફાયદો ઉપાડો
પોતાની ભાવનાઓ પર કાબૂ રાખો
વિરોધી વિચારો ના ઘોડા ન દોડાવો!
હકારાત્મક સોચ ની સાથે
નવા સૂર્યોદય નો સ્વાગત કરો
સુખ આગલા પઢાવ પરજ મળશે
હર બદલતા ઋતુ નો હિંમત ની સાથે સામનો કરો.