માતા પિતાનું માન છે દીકરો,
તો બે ઘરની શાન છે દીકરી.
માતા પિતાનો આધાર છે દીકરો,
તો એમનું ગુમાન છે દીકરી.
માતા પિતાના હૈયા નો હાર છે દીકરો
તો એ હૈયાની ધડકન છે દીકરી.
માતા પિતાનુ કૂળ ઉજાળે દીકરો,
તો બે બે કૂળ ને તારે દીકરી.
કુટુંબનુ કોહિનૂર છે દીકરો
તો કુટુંબની પારસમણી દીકરી.
આંખનુ અમૂલ્ય રતન દીકરો,
પણ આંખનુ નૂર તો દીકરી.
કોહિનૂર : જાળવી જાણે પોતાની કિંમત
પારસમણી: વધારી જાણે બીજાની કિંમત