પપ્પાને ગયા ને હજુ ત્રણ મહિના પણ નતા થયા ને દિવાળી આવી એક બાજુ શોખનું માહોલ હતો અને બીજી બાજુ નાનો ભાઈ એને તો કશું ખબર જ નથી પડતી કે ઘરમાં શું થયું છે અને શું પરિસ્થિતિ છે પણ નાદાન બાળક એ મમ્મી પાસે આવીને એક પ્રશ્ન પૂછે છે મમ્મી તે દીવા કેમ ના મુક્યા?
મમ્મી મારે ઘૂઘરા ખાવા છે તો ક્યારે બનાવશે?
મમ્મીનો એક ધબકાર ચૂકાઈ ગયો અને એ તરત ધ્રુષ્કાભેર રડી પડી કે જ્યાં એનું સુહાગ જ હવે નથી રહ્યો ત્યાં દિવાળી કેવી રીતે મળે?
એણે તોતળી ભાષામાં મમ્મી કપડા ક્યારે લાવીશું આ પ્રશ્ન સાથે એ નાના બાળકની મોટી બહેના એની મમ્મીને પ્રશ્ન પૂછ્યો જે કહ્યું છે કે પાછું નહીં આવે પણ મમ્મી તું જીવે છે એટલે આપણે દીવા પણ મુકીશું અને નાસ્તો પણ બનાવીશું.
આજે હરિઓમ માટે નવા કપડાં લઈ આવીયે શીવી ખબર પડી કે આજે મારા માટે કપડાં લેવા જવાનું છે આ સમાચાર સાંભળતા એના મોઢા પર જાણે દિવાળીના દિવા કરતા એ મોટી ચમક આવી ગઈ અને આ જોઈને એની મમ્મીને ખૂબ સંતોષ મળ્યો એક બે પડોશી કહેવા પણ આવ્યા કે પતિ રહ્યો નથી તો એ તહેવારો બનાવે છે શરમ નથી પણ એ દીકરાની મા એક જ પ્રશ્ન કર્યો શું એક વ્યક્તિના લીધે હું નાના બે બાળકોનો જીવ લઈ લવ?
રામજી એ પણ રાવણના વધ પછી ઉત્સવ કર્યો હતો તો હું તો એક સામાન્ય સ્ત્રી છું તહેવાર મનાવવાની દરેકને ઈચ્છા હોય છે અને એનો હક પણ છે ખોટા રુધિર ચુસ્ત નિયમોને નેવી મૂકીને એક જીવતા જાગતા માણસનું મન અને જીવવાની ઈચ્છા ને માંન આપશો તો ખરી દિવાળી ઉજવાશે
~ માનસી દેસાઈ