દિવાળી અથવા દીપાવલી એ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દિવસે સમગ્ર ભારતમાં જાહેર રજા હોય છે.
માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. દિવાળીનો પાંચ દિવસનો ઉત્સવ નવા ચંદ્રના ઉદયની સાથે ઓક્ટોબર 13 અને નવેમ્બર 14ની વચ્ચે આવે છે. હિન્દુ કેલેન્ડર પર તેને અશ્વિન મહિનાના અંતમાં અને કારતક મહિનાની શરૂઆતમાં નવા ચંદ્ર દિવસમાં ગોઠવવામાં આવેલ છે, અશ્વિન મહિનાના અંધારિયા પખવાડિયાના 13મા દિવસથી તે શરૂ થાય છે (અશ્વિનની 28મી તિથિ) અને કાતરક મહિનાના અજવાળિયા પખવાડિયાના બીજા દિવસે (કારતકની બીજી તિથિ)તે પૂરી થાય છે. ઉજવણીના મુખ્ય દિવસોમાં પ્રાદેશિક વૈવિધ્ય છે.[૩] ભારત અને નેપાળના ઘણા વિસ્તારોમાં હિન્દુ માન્યતા અનુસાર 14 વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે.[૪]સમય જતાં આ શબ્દ હિન્દીમાં દિવાળી અને નેપાળીમાં દિપાવલીમાં ફેરવાઈ ગયો, પરંતુ આજે પણ ભારતની દક્ષિણ અને પૂર્વની ભાષાઓમાં હજુ પણ આ શબ્દ તેના મૂળસ્વરૂપે જળવાયો છે. જૈન ધર્મ માં દિવાળી એ 15 ઓક્ટોબર, 527 ઈસ.પૂર્વે મહાવીર દ્વારા મેળવવામાં આવેલા નિર્વાણનું પ્રતિક છે.
દિપાવલી નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા (સંસ્કૃત દિપ= દીવડો અને આવલી= હારમાળા, હાર). ઘણી આધુનિક ભાષાઓમાં અને ખાસ કરીને ઉત્તર ભારતમાં તેને દિવાળીના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. વિવિધ સમુદાયો દિવસોની સંખ્યાને અલગ પાડવા માટે કિધાની ઉજવણી કરે છે.ભારત અને નેપાળમાં મુખ્ય દિવસો સરખા હોવા છતાં અને એક સાથે જ આવતા હોવા છતાં તેઓ અલગ-અલગ ગ્રેગેરિયન મહિનાઓમાં આવે છે, જેનો આધાર જે-તે વિસ્તારમાં પ્રચલિત હિન્દુ પંચાંગની આવૃત્તિ પર રહેલો છે.
હિન્દુ પંચાંગની અમંતા (“નવા ચંદ્રનો અંત”) આવૃત્તિનો રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં પ્રચલિત આ પંચાંગ મુજબ અશ્વિન મહિનાના છેલ્લા ચાર દિવસ અને કારતક મહિનાના શરૂઆતના બે દિવસો દરમિયાન, આમ કુલ છ દિવસ સુધી તહેવાર ઉજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં પ્રચલિત પૂર્ણિમાંતા (“પૂર્ણ ચંદ્રનો અંત”) આવૃત્તિ મુજબ તે અશ્વાયુજા/અશ્વિન મહિનાની મધ્યમાં આવે છે. ગ્રેગેરિયન કેલેન્ડર મુજબ તે સામાન્ય રીતે ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં આવે છે. નેપાળમાં નેપાળી પંચાંગ મુજબ તેની ઉજવણી કરાય છે. આ તહેવાર નેપાળી વર્ષના છેલ્લા ત્રણ દિવસો અને પ્રથમ બે દિવસ દર્શાવે છે.આ દિવસ હવે દિવાળી તરીકે ઉજવાય છે]. અસત પર સતના વિજયને પ્રદર્શિત કરતો આ તહેવાર અંતરના અંધકારને ઉલેચવાનો દિવસ પણ છે.રામાયણમાં દર્શાવ્યુ છે તે મુજબ પ્રતિકાત્મક સંદર્ભે તે સદગુણો અને શ્રદ્ધાના ગૃહ આગમનને દર્શાવે છે. દિવાળીના દિવસે ઘણાં લોકો નવા કપડાં પહેરે છે અને એકબીજાને મિઠાઈ તથા ફરસાણો ખવડાવે છે.કેટલાક ઉત્તરભારતીય વેપારી સમુદાયો દિવાળીના દિવસે તેમના નાણાકીય વર્ષનો પ્રારંભ કરે છે અને નવા ચોપડા શરૂ કરે છે. આની સાથે હિન્દુઓની ઘણી મહત્વની ઘટનાઓ સંકળાયેલી છે:
આધ્યાત્મિક મહત્વ
દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ” તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, “મનના પ્રકાશની જાગૃતિ”.સ્થૂળ શરીર અનને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે તેવી વિચારધારા હિન્દુ તત્વજ્ઞાનનું કેન્દ્ર છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી રીતે દિપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે, કે જેને જાણવાથી અંધકારે પ્રકાશમય બને છે(તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને અજ્ઞાન વિખેરાઈ જાય છે), વ્યક્તિનું પોતાનું સાચુ સ્વરૂપ જાગૃત થાય છે, શરીર તરીકે નહિ, પરંતુ અપરિવર્તનીય, અનંત, વિશ્વવ્યાપી અને ગુણાતીત વાસ્તવિકતા સમજાય છે. આત્માની અનુભૂતિ થતાની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરુણા, પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારની જાગૃતિ (ઉચ્ચ જ્ઞાન) આવે છે. આનાથી આનંદ (આંતરિક ઉલ્લાસ અથવા શાંતિ) આવે છે. દિવાળી ફટાકડા, પ્રકાશ, ફૂલો, મિઠાઈઓ તથા ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે. પ્રદેશે-પ્રદેશે દિવાળીની કથા અલગ છે ત્યારે આ તમામનો સાર એકસરખો છે – આંતરિક પ્રકાશનો આનંદ લેવો (આત્મા) અથવા તમામ વસ્તુઓનું પાયારૂપ સત્ય (બ્રાહ્મણ).
પાંચ દિવસો
ભારત અને સમગ્ર વિશ્વમાં દિવાળીની ઉજવણી પાંચ દિવસોમાં વહેંચાયેલી છે. દિવાળી સિવાયના તમામ દિવસોના નામ હિન્દુ પંચાંગમાં આવતી તિથિ મુજબ રાખવામાં આવ્યા છે.
સુ બારસ: બારસનો અર્થ થાય છે 12મો દિવસ અને વસુનો અર્થ છે ગાય. આ દિવસે ગાય તથા વાછરડાની પૂજા થાય છે.
ધનત્રયોદશિ અથવા ધન તેરસ : ધનનો અર્થ છે “સંપત્તિ” અને ત્રયોદશી એટલે “13મો દિવસ”. આમ નામના અર્થ મુજબ ચંદ્ર મહિનાના બીજા પખવાડિયાના 13મા દિવસે આ તિથિ આવે છે.વાસણો અને સોનું ખરીદવા માટે આ દિવસ શુભ મનાય છે. આ દિવસને ભગવાન ધન્વંતરીની જયંતિ તરીકે પણ ઉજવાય છે કે જેઓ દેવતાઓ અને દાનવો દ્વારા થયેલા સમુદ્રમંથનમાં બહાર આવ્યા હતા.ધન્વંતરી જયંતિ[હંમેશ માટે મૃત કડી]
નરક ચતુર્દશી : ચતુર્દશી એ ચૌદમો દિવસ છે કે જ્યારે રાક્ષસ નરકાસુર હણાયો હતો. તે અસુર પર દૈવી શક્તિનો અને અંધકાર પર પ્રકાશનો વિજય અભિવ્યક્ત કરે છે. (ગુજરાતી: કાળી ચૌદસ, રાજસ્થાન : રુપ ચૌદસ).
નરક ચતુર્દશી: અશ્વિન પખવાડિયાનો ચૌદમો દિવસ (ચતુર્દશી)
શ્રીમદભાગવત પુરાણ અનુસાર આ દિવસે ભગવાન કૃષ્ણે નરકાસુરનો વધ કર્યો હતો. ભૌમાસુર અથવા નરકાસુર તરીકે ઓળખાતો શક્તિશાળી રાક્ષસ અગાઉ પ્રાગજ્યોતિશપુર તરીકે ઓળખાતા સ્થળ પર શાસન કરતો હતો. તેણે ભક્તજનો અને લોકો બંનેને રંજાડવાનું શરૂ કર્યુ હતું. આ ક્રૂર રાક્ષસે મહિલાઓને પજવવાનું શરૂ કર્યું. તેણે યુદ્ધોમાં જીતેલી લગ્નયોગ્ય ઉંમરની સોળ હજાર રાજકુમારીઓને જેલમાં રાખી હતી અને તેમની સાથે લગ્ન કરવા માગતો હતો. આના કારણે ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો.ભગવાન કૃષ્ણએ અને સત્યભામાએ આ સાંભળ્યું ત્યારે તેમણે રાક્ષસ પર હુમલો કર્યો, વધ કર્યો અને તમામ રાજકુમારીઓને મુક્ત કરી. મરતી વખતે નરકાસુરે ભગવાન કૃષ્ણ પાસે એક વરદાન માગ્યું, “આ તારીખે (તિથિએ) પવિત્ર સ્નાન (મંગલસ્નાન) કરનાર વ્યક્તિને નરકની યાતના ભોગવવી પડશે નહિ”. ભગવાન કૃષ્ણે તેને આ વરદાનના આશીર્વાદ આપ્યા. પરિણામે અશ્વિનના અંધારા પખવાડિયાનો ચૌદમો (ચતુર્દશી) દિવસ નરક ચતુર્દશી તરીકે જાણીતો બન્યો અને આ દિવસે લોકોએ સૂર્યોદય પહેલા સ્નાન કરવાનું શરૂ કર્યું. નરકાસુરના વધ પછી આ દિવસે કૃષ્ણ જ્યારે મળસ્કે ઘરે પહોંચ્યા ત્યારે તેમણે નરકાસુરના લોહીથી કપાળ પર તિલક કર્યું અને નંદે તેમને પવિત્ર સ્નાન કરાવ્યું. મહિલાઓએ તેમની આરતી ઉતારીને (ઓવારણા લઈને) પોતાનો આનંદ વ્યક્ત કર્યો.’
દક્ષિણ ભારતમાં ઉત્સવોનો આ વાસ્તવિક દિવસ છે. હિન્દુઓ સૂર્યોદય પહેલા ઉઠી જાય છે, સવારના બે વાગ્યા જેટલા વહેલા ઉઠીને તેઓ સુગંધી અત્તરથી સ્નાન કરે છે અને નવા વસ્ત્રો પહેરે છે. તેઓ સમગ્ર ઘરમાં નાના દીવા સળગાવે છે અને ઘરની બહાર આકર્ષક કોલમો/રંગોળીઓ દોરે છે.તેઓ ભગવાન શ્રી કૃષ્ણ અથવા ભગવાન શ્રી વિષ્ણુને અર્ઘ્ય ચડાવીને વિશેષ પૂજા કરે છે, કારણ કે આ દિવસે તેમણે વિશ્વને રાક્ષસ નરકાસુરમાંથી મુક્તિ અપાવી હતી. એવું માનવામાં આવે છે કે આકાશમાં તારા દેખાતા હોય તેવા સમયે વહેલી સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી ગંગામાં પવિત્ર સ્નાન જેટલું ફળ મળે છે. તેથી લોકો સવારે એકબીજાને શુભેચ્છા આપતી વખતે પૂછે છે “શું તમે ગંગાસ્નાન કર્યું છે?”.
લક્ષ્મી પૂજા
ભારત અને નેપાળના મોટાભાગના વિસ્તારોમાં દિવાળી એ લણણીની મોસમ પૂરી થયાનું સૂચવે છે. ખેડૂતો વીતેલા વર્ષના અઢળક પાક માટે આભાર માને છે અને આગામી વર્ષ માટેના સારા પાક માટે પ્રાર્થના કરે છે. પરંપરાગત રીતે આ પ્રસંગે કૃષિ ચક્ર આધારિત વેપારીઓ માટે ખાતા બંધ કરવાનો સમય તથા શિયાળા પહેલાની છેલ્લી મોટી ઉજવણી સૂચવે છે. લક્ષ્મીની પૂજા સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે અને આગામી વર્ષ સારુ જાય તે માટે તેમના આશીર્વાદ માગવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીની પૂજા સાથે બે દંતકથાઓ સંકળાયેલી છે.પ્રથમ દંતકથા મુજબ સમુદ્રમંથન દરમિયાન આ દિવસે લક્ષ્મી દૂધના સમુદ્ર ક્ષીર સાગરમાંથી બહાર આવ્યા હતા. બીજી દંતકથા (પશ્ચિમ ભારતમાં વધારે પ્રચલિત છે) રાક્ષસ રાજા બલિને મારવા માટે વિષ્ણુએ લીધેલા વામન અવતાર સાથે સંકળાયેલી છે. ત્યાર બાદ આ દિવસે વિષ્ણુ પોતાના ઘર વૈકુંઠ પરત ફર્યા હતા; આથી આ દિવસે લક્ષ્મીની પૂજા કરતા લોકો લક્ષ્મીના હિતકારી મનોભાવનો લાભ મેળવે છે અને માનસિક, શારીરિક તથા ભૌતિક સમૃદ્ધિના આશીર્વાદ મેળવે છે.[૬]આધ્યાત્મિક સંદર્ભો મુજબ આ દિવસે બ્રહ્માંડમાં “લક્ષ્મી-પંચાયતન” પ્રવેશે છે. શ્રી વિષ્ણુ, શ્રી ઈન્દ્ર, શ્રી કુબેર શ્રી ગજેન્દ્ર અને શ્રી લક્ષ્મી આ “પંચાયતન” (પાંચનું જૂથ)ના સભ્યો છે.
બંદી છોડ દિવસ
શીખો માટે દિવાળીનું વિશેષ મહત્વ છે,કારણ કે આ દિવસે છઠ્ઠા ગુરુ ગુરુ હરગોબિંદ જીને તથા તેમની સાથેના અન્ય ૫૨ રાજકુમારોને 1619માં ગ્વાલિયરના કિલ્લાની કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા (આથી તેને બંદી છોડ દિવસ અથવા “બંદીઓની મુક્તિનો દિવસ” કહેવામાં આવે છે) અને આ મુક્તિની ઉજવણી દિવાળીમાં કરાય છે. મુઘલ બાદશાહ જહાંગીરે ગુરુ હરગોબિંદ જી તથા અન્ય 52 રાજાઓને (રાજકુમારો) બંદી બનાવ્યા હતા. ગુરુના અનુયાયીઓ તથા શક્તિમાં વૃદ્ધિ થતી જોઈને બાદશાહ જહાંગીર ગભરાઈ ગયો હતો અન તેથી તેમને બંદી બનાવવામાં આવ્યા હતા. ગુરુ હરગોબિંદને મુક્ત કરવા માટે બાદશાહને જણાવવામાં આવ્યુ હતું અને તે આના માટે સંમત થયો હતો. જોકે, ગુરુ હરગોબિંદે રાજકુમારોને પણ છોડવાની માગણી કરી. બાદશાહ સંમત થયા, પરંતુ સાથે શરત મૂકી કે તેમના ડગલાની દોરીને પકડી શકે તેટલા લોકોને જ જેલ છોડવાની મંજૂરી અપાશે. બંદીગૃહમાંથી છોડવાના થતા કેદીઓની સંખ્યા મર્યાદિત રાખવા આ શરત રખાઈ હતી.જોકે દરેક કેદી એક દોરી પકડી શકે અને જેલમાંથી મુક્ત થઈ શકે તે માટે ગુરુ હરગોબિંદે 52 ફૂમતાઓ સાથેનો એક મોટો ડગલો બનાવ્યો.સુવર્ણ મંદિરમાં રોશની કરીને શીખોએ ગુરુ હરગોબિંદજીના પુનરાગમનને આવકાર્યુ હતુ અને આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. દીવાઓ હિન્દુઓનું પ્રતિક છે.
ભાઈ મણિ સિંઘ જીની શહાદત
1734માં વૃદ્ધ શીખ વિદ્વાન અને રણનિતિજ્ઞ ભાઈ મણિ સિંઘની શહિદી દિવાળી સાથે સંકળાયેલી શીખોની અન્ય મહત્વની ઘટના છે, તેઓ હમીર સાહિબ (સુવર્ણ મંદિર)ના ગ્રંથિ (પવિત્ર શીખ ગ્રંથના રક્ષક/વાચક)હતા. દિવાળીના દિવસે ખાલસાના ધાર્મિક સંમેલનમાં તેમણે મુઘલ બાદશાહ દ્વારા બિન-મુસ્લિમો પાસેથી વસૂલાતો ઝઝિયા ચૂકવવાની અક્ષમતા દર્શાવી હતી અથવા ના પાડી હતી. આ અને અન્ય શીખોની શહાદતના કારણે સ્વાતંત્ર્ય માટેનો ખાલસા સંઘર્ષ તીવ્ર બન્યો અને પરિણામે દિલ્હીની ઉત્તરમાં ખાલસા શાસન સ્થાપવામાં સફળતા મળી. ભાઈ મણિ સિંઘ મહાન વિદ્વાન હતા અને તેમણે 1704માં ગુરુ ગોબિંદ સિંઘજીના વક્તવ્ય પરથી ગુરુ ગ્રંથ સાહિબની આખરી આવૃત્તિ લખી હતી. તેમણે 1708માં હરમિંદર સાહિબનું સંચાલન હાથમાં લીધુ હતું.દિવાળીમાં ધાર્મિક સંમેલન રાખવા માટે 1737માં તેમણે રૂ. 5,000 (કેટલાક લેખકોના મતે રકમ રૂ. 10,000 હતી)નો જંગી કર ચૂકવીને પંજાબના મુઘલ સૂબા ઝકરિયા ખાન પાસેથી મંજૂરી લીધી હતી.હરમંદિર સાહિબ ખાતે બંદી છોડ દિવસની ઉજવણીમાં જોડાવા માટે સમગ્ર ભારતના શીખોને આમંત્રણ આપવામાં આવ્યા હતા. ભાઈ મણિ સિંઘજીએ વિચાર્યું હતું કે દિવાળીની ઉજવણીમાં એકઠા થનાર શીખો પાસેથી લવાજમ તરીકે કરની રકમ એકઠી કરી શકાશે. પરંતુ પાછળથી ભાઈ મણિ સિંઘજીને સંમેલન દરમિયાન એકઠા થયેલા શીખોની હત્યા કરવાની ઝકરિયા ખાનની ગુપ્ત યોજનાની જાણ થઈ ગઈ. ઉજવણી માટે એકત્ર નહિ થવા માટે ભાઈ મણિ સિંઘજીએ તરત જ શીખોને સંદેશો મોકલ્યો. ભાઈ મણિ સિંઘજી કર માટેની રકમની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યા હોવાથી ઝકરિયા ખાન નારાજ થયો હતો. તેણે લાહોર ખાતે ભાઈ મણિસિંગની કતલનો આદેશ આપ્યો અને એક-એક અંગ કાપીને તેમની ક્રૂર હત્યા કરવામાં આવી. ત્યારથી શહીદ ભાઈ મણિસિંઘજીના મહાન બલિદાન અને સમર્પણની યાદમાં બંદી છોડ દિવસ (દિવાળી)ની ઉજવણી કરવામાં આવે છે.
મુઘલ સામ્રાજ્ય સામે બળવો
દિવાળીનો તહેવાર બૈસાખી પછીનો બીજો સૌથી વધુ મહત્વનો દિવસ બન્યો, કારણ કે આ દિવસે 1699માં દસમા ગુરુ ગોબિંદ સિંઘ દ્વારા ઔપચારિક રીતે ખાલસાની સ્થાપના કરાઈ. બિન-મુસ્લિમો અને ખાસ કરીને શીખો પર મુઘલ સામ્રાજ્યના અત્યાચારો કે જે 18મી સદી દરમિયાન વધારે સઘન બન્યા હતા, તેની સામેની શીખોની લડાઈ આ દિવસોમાં કેન્દ્રસ્થાને હતી.પંજાબમાં ખેતીની જમીન માટેના બળવાનું નેતૃત્વ લેનાર બંદા બહાદુરની 1716માં થયેલી કતલ બાદ શીખોએ સમુદાયને લગતી બાબતોના નિર્ણય માટે વર્ષમાં બે વખત બેઠક રાખવાની પરંપરા શરૂ કરી અને પ્રથમ બૈસાખે તથા દિવાળીએ અમૃતસર ખાતે આ બેઠક યોજાઈ. આ સભાઓ સરબત ખાલસા તરીકે ઓળખાતી હતી અને તેના દ્વારા પસાર થયેલા ઠરાવો ગુરમાતા (ગુરુનો આદેશ) તરીકે જાણીતા બન્યા. આમ દિવાળી ઉત્સાહ , ધર્મ ,પ્રેમ , શહાદત , પ્રકૃતિ , ભક્તિ નો તહેવાર છે
લેખિકા દેસાઈ માનસી શાસ્ત્રી અનેરી