અનમોલ ને અજનબી એક એવી રાત છે,
દિલમાં જેને છૂપાવી રાખવા જેવી વાત છે.
આગ જેવી આગ આગને એ ભસ્મીભૂત કરે,
ચોતરફ તેના ઘણા આધાત-પ્રત્યાઘાત છે.
વ્યર્થ કોલાહલોથી ,ભરપૂર છે આ જગત,
માણસ જેવા માણસનો ઝનૂની પ્રપાત છે.
રાતરાણી જેમ હવા પણ પૂરબહાર છે,
ચાંદની ચોમેર નીતરે, ઈશ્વરી સૌગાત છે.
અંધકારનો આછો ઉજાસ છે જાણે જન્નત,
રાત આખર તો રાત છે તે પછી પ્રભાત છે.
– દિનેશ નાયક “અક્ષર”