એક રાત ની વાત હતી. જે અંધારે અંધાર હતી. હું રોજ તે રાત ને જોતો પણ ક્યાંક ને ક્યાંક આજે તે અલગ જ જોવા મળી. ખરેખર હું વિચાર મા પડયો કે જાણે શું ઘટના ઘટવાની હશે?
વાત એવી હતી કે હું લાડલો મારા દાદા નો ને એમાં પણ નાનો હું મારા ઘરના બધા સભ્યો માંથી. એટલે મને મારા દાદા બવ જ પ્રેમ કરતા હતા. કહેવાય છે કે જેટલો જેનાં પ્રત્યે પ્રેમ વધારે તેટલો તે વ્યક્તિ થી દુખ વધારે લાગે . કારણ કે તે વ્યક્તિ જ્યારે પોતાનાથી દૂર જાય તેટલો ક્યાંક ને ક્યાંક તે આઘાત આપતો જાય છે.
તે સમય અલગ જ હતો મારા માટે. જેમાં હું નાનો ને પાછો નાનો એટલે તો બુદ્ધિ ના બે વાગ્યા બરાબર. તે સમયની વાત જ અલગ હતી . 5 રૂપિયા આપે દાદા તો પાછી દાદા ને તો તંબાકુ ખાવાની ટેવ જેમાં 3 રૂપિયાની હું તંબાકુ લાવતો ને 2 રૂપિયાના parle-G બિસ્કિટ.
તે 2 રૂપિયાના બિસ્કિટ ની જે મજા હતી તે અત્યારે બીજા બિસ્કિટ મા ક્યાં ?
હું ત્યારે લગભગ 4 – 5 માં ભણતો હોઈશ.
પણ તે વખત વિચાર ન હતો આવ્યો કે આ 3 રૂપિયાની તંબાકુ મૃત્યુ સાથે તોલ રાખે છે.
પણ જે થયું તે તંબાકુ ના લીધે તો થયું ન હતું.
તે વખત નો સમય પણ અલગ જ હતો.
ભીની આંખને લૂછવા કોણ આવે છે
દીવડો ઓલવાઈ જાય પછી અંધારું લાવે છે
એવી વાત થઈ..
મારા દાદા તેમના બે દિકરા જે રહે મોટા દીકરાના ઘરે એટલે કે જમવાનું બધું ત્યાં ને પાછું આવવાનું નાના ભાઈ ના ઘરે. જેમાં એવું થાય કે હું નાનો એટલે મારે પણ તેમની સાથે જવાનું થાય અને જ્યાં તે જમે ત્યાં હું પણ…
પણ કહેવાય છે કે બધા દિવસ સરખા ન હોય .
તો જાણે કે તેવું જ થયું. પણ આ રાતની વાત થઈ એટલે કે અહીં એવું કહેવાય કે બધી રાત તો સરખી ન હોય..
તે દિવસ જાણે કે મને મારા દાદા થી દૂર કરી રહ્યો હતો. ઘડી ઘડી મારામાં વેદના ભરી રહ્યો હતો. તે દિવસ સાંજે હું, મારી મમ્મીને,
મારી બેન ને મારા દાદા ખેતરમાં હતા. પછી મારે તે દિવસ નીકળવાનું થયું સાંજે ખેતરમાંથી ને ત્યારે પણ મારા દાદાએ એક રૂપિયો આપેલો. વાપરી તો ન શક્યો કે ન સંભાળી શક્યો. કેમ એવું તો શું થયું ? મનમાં તમારા પ્રશ્નો ઉદ્ભવતા હશે પણ હું કહેતા થોડો ગભરાઈ જાઉં છું કેમકે તે મારી ખૂબ જ દર્દનાક ઘટના હતી. જે આજે પણ હું ભૂલી નથી શકયો .
હું તે રાત્રે સાથે ન હતો મારા દાદા પાસે જેથી એક મોટી ભૂલ માનું હજુ પણ કેમકે રોજે રોજ જવું સાથે પણ તે દિવસે કેમ ન જવું?
તે રાત આખરી રાત થઈ ગઈ મારા દાદા સાથેની. જેમાં મારા દાદા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા. નહીંતર મૃત્યુ તેમણે ટચ પણ કરે એવી ન હતી પણ કહેવાય છે લખેલા લેખ કોઈ બદલી ન શકે. મને સમાચાર મળ્યા તો ખબર પડી કે આને મૃત્યુ કહેવાય નહીંતર મને આની પણ ખબર ન હતી.
હવે તમને ખબર પડી હશે કે હું કેમ 1 રૂપિયો સાચવી ન શક્યો.
વાત ત્યાં ન પૂરી થઈ હું તે જાણીને ગભરાવી ગયો કે ખરેખર તે છોડીને જતા રહ્યા . હવે કોની પાસે 5 રૂપિયા માંગવા, કોનું ગજવું તપાસવુ , 2 રૂપિયાના parle-G બિસ્કિટ કોણ લાવી આપશે? આ બધું જ ત્યાં ઠપ થઈ ગયું. ખરેખર દીવડો ઓલવાઈ ગયો તે ખરેખર રાત થઇ ગઇ.
હું સાંભળીને દોડતો ગયો કે દાદા જોવા મળશે પણ તેમણે તરત જ લઈ ગયા દવાખાનામાં જેથી મને તો બસ તેમનું ખૂન જ જોવા મળ્યું.
હાથ ફફડી રહ્યા હતા આ બધું લખતા. ત્યાંથી પાછો વળ્યો ને ઘરે આવ્યો મને માએ સાંભળ્યો.
સમય જ એવો હતો કે ઘરે પપ્પા ન હતા . પપ્પા સૈનિક મા નોકરી કરે ને પાછું આવું જણાવું એટલે તો કેટલું દુખ લાગે.
હું બેઠો ને ઘરે બધા આવવા લાગ્યા ધીમે ધીમે ને પછી સમાચાર આવ્યા કે જતાં જતાં જ દાદા ગુજરી ગયા. એટલે એટલા સમય મા જીવતા હતા. ક્યાં એક રૂપિયો ને ક્યાં દાદા….
તેમની લાશ આવી સવારે લગભગ 4 વાગે એવામાં ને હું તો જાગતો જ હતો. કારણકે જે ઊંઘ લઇ ગયું તેને શેની ઉંઘ?
અંદર લાવ્યા ને એક ખાટલા પર મૂકવામાં આવ્યા.
એક દર્દનાક ઘટના તો તે થઈ કે બધા આવ્યા પણ મારા પપ્પાને ન આવવા મળ્યું. જે નાના હતા ને નાગપુરમાં નોકરી કરતા હતા.
સવારે બધાં ભેગા થયા ને લઈ ગયા સ્મશાન ઘાટમાં ને હું પણ ગયો. કોઈક ને દાટવાની રીત હોય ને કોઈક ને બાળવાની રીત હોય.
તેમાં અમારી દાટવાની હતી. જેથી મારા દાદાને દાટી દીધા. તેમની કાયા પર મીઠું નાખવામાં આવ્યું જેથી શરીર ઓગળી જાય જલ્દી.
છૂટા પડ્યા જલ્દી જલ્દી ને મારા ઘરે પણ ઘણા માણસો આવેલા. તે દિવસે પેટ બોલ્યું કે આજે તું કેમ ખાઈ શકે? આંખ બોલી તું કેમ ઊંઘી શકે? પગ થાક્યા ન હતા તો એક જગ્યાએ બેસી ગયો.
અંધારું થયું ને પડછાયો ન જડયો
ને હું શોધું અંધારાને અંધારામાં અંધારામાં….
લખવા બેસુ તો આખી ચોપડી છપાય
પણ ક્યારેક તે પણ…
Rajdip