દર્દને તો અમે ભાંગશું પ્રેમથી,
કે બધાને ખુશીઓ મળે શેષથી.
ચાર ફેરા ફરી, પ્રેમથી જીવશું,
આખરે જીવવાના છે સૌ વ્હેમથી.
ધનથી તો કામકાજો જ પૂરા થશે,
જિંદગી તો છે બસ રામના નામથી.
કોઈ પોતાનું તો કોઈ છે પારકું,
પણ બધા આજ બોલાવશે કામથી.
એ તવંગરને ક્યાંથી મળે રોટલી,
વસ્તુઓ આજ વેંચાઈ છે સેલથી.
યોજનાઓ ઘડી પણ થયું શું અહીં,
કર્મચારી તો વેંચાઈ છે લાખથી.
દીપ ગુર્જર