દફતર લઈને દોડવું…!!
તૂટેલી ચપ્પલ નું જોડવું…!!
નાશ્તા ના ડબ્બાઓ…!!
શર્ટ પર સહીના ધબ્બાઓ…!!
ખોબે ખોબે પીવાતું પાણી…!!
રીસેસ ની વિશેષ ઉજાણી…!!
બેફામ રમાતા પકડ દાવ…!!
ઘૂંટણ એ પડતા આછા ઘાવ…!!
બાયોં થી લુંછાતા ચેહરા…!!
શેરીઓમાં અસંખ્ય ફેરાં…!!
ઉતરાણ ની રાત જાગી…!!
પકડાયલા પતંગ ની ભાગી…!!
ભાડાં ની સાયકલ નાં ફેરાં…!!
મહોલ્લાના ઓટલા પર ડેરા…!!
મંજી ની રેલમ છેલ…!!
ગીલ્લી ડંડા નો એ ખેલ…!!
ચાર ઠીકડી ને આટા પાટા…!!
લાઈટના થાંભલે ગામગપાટા…!!
વરસાદે ભરપૂર પલળવું…!!
ખુલ્લા પગે રખડવું…!!
બોર આમલી નાં ચટાકા…!!
પીઠ પર માસ્તર ના ફટાકા…!!
બિન્દાસ્ત ઉજવાતું વેકેશન…!!
નાં ટ્યુશન નાં ટેન્શન…!!
કેવાં હતાં આપણે બધાં
પાસે-પાસે?
જો ને નીકળી ગયા સહુ
જીંદગીના પ્રવાસે..!
માળો બનાવવામાં એવા
મશગુલ થઇ ગયા;
ઉડવા માટે પાંખ છે
એજ ભૂલી ગયા..!!
બાળપણમાં ખુલ્લી
અગાસી પર સુતા હતા…
પણ ફોટો પાડવાનો
યાદ નહોતો આવ્યો…
ન તો પાણીપુરીનો ફોટો
લીધો કે ન તો બરફનો
ગોલા ચૂસવાનું રેકોર્ડિંગ કર્યું…
વગર એસી વાળી ટ્રેનમાં
શાક ને થેપલા, સાથે પાણીની
માટલી,એના પણ ક્યાં ફોટા
લીધા… પણ… હા…
મારી સાથે બોલે છે ને…?
એમ પૂછીને પણ,
એકબીજા સાથે બોલતા…..
રીસેસમાં ફક્ત
લંચ બોક્સના નહિ,
આપણે લાગણીઓના
ઢાંકણાં પણ ખોલતા…
એક એક પળ બરાબર
યાદ છે…
કારણકે કદાચ..
એ સમયે તસવીરો દિલમાં
છપાતી હતી, કેમેરામાં
નહી…હા,
અને ઘડિયાળ જો હોય
તોય ફક્ત પપ્પા પાસે
જ હોય…
પરિવાર પાસે ફક્ત
સમય જ સમય હતો…!!