થોડું ખુશ રહેવાનું પણ કોઈ કારણ શોધ એ જીંદગી
બાકી દુઃખ તો કોઈ કારણ વગર પણ તને મળી જશે એ જીંદગી
કવિતાઓ મારા મનના દ્રારને ખોલે છે
મારી મનમાં રહેલી યાદો ને એ કવિતા રૂપે ઢાળે છે
કેમ કરી મારું હવે આ મનના દ્રારો ને હું તાળા
એતો કવિતાઓ રૂપી ચાવી ઓ સાથે લઈ ફરે છે
મેં શબ્દો ની થોડી રમત શીખી લીધી છે
દિલ ની વાત કહેવાની રીત શીખી લીધી છે
સમજાય તો સમજી લેજે હવે તને
દિલની વાત પણ મેં શબ્દો થી કીધી છે
જીંદગી ની આ નાવ ને મધદરિયે કેમ છોડાય
સફર શરૂ કરિયા પછી અધૂરી કેમ છોડાય
પરિણામ જે આવે એ હવે દરિયો થોડો છોડાય
દરિયો તો પૂરો ખેડી ને જ આ નાવ ને હવે છોડાય
ઝાલે હાથ કોઈ સફર માં તો સફર સરળ થઈ જાય
મળે નહીં મઝીલ તો પણ કોઈ હમસફર થઈ જાય
હેતલ. જોષી