ધ્વનિ આરાસુર આંબા જીની સામે હાથ જોડી ઊભી હતી.ખૂબ રડતા-રડતા આભાર માન્યો અને મંદિર ની બહાર આવી. ત્યાંજ પાછળ થી મંદિર ના પૂજારીએ બૂમ પાડી,
એક મિનિટ ઊભા રહો બેન.
ધ્વનિએ પાછળ વળી ને જોયું કે
મહારાજ જોડે આવી પ્રશાદ આપતા કહ્યું…
શા માટે આટલા આંસુ?
ધ્વનિ હસતા બોલી કે આતો હર્ષ અને અફસોસ ના આંસુ છે.
મહારાજ બોલ્યા આં તે કેવા આંસુ ?
ધ્વનિ હસતા હસતા બોલી. *વાત એમ છે મહારાજ કે મારા સાસુ છ મહિના પહેલા ખૂબજ બીમાર પડ્યા અને એટેક આવ્યો હતો એમાં એ આઇસીયુ માં દાખલ થયા હતા પછી થોડા સ્વસ્થ પણ થયા એટલે ડોકટરે રજા આપી પણ એક સલાહ આપી કે હાર્ટ ની એક નડી માં સ્ટેન્ડ મૂકવું પડશે
બધા આં સાંભળી ને ગભરાઈ ગયા હતા.
મેં તરત એવી સલાહ આપી કે પપ્પા બને તો બીજા ડોકટર ને બતાવો એ શું કહે છે એ જાણો સલાહ લો મારી આ સલાહ થી મારા મમ્મી બચી ગયા અને બીજા ડોકટર એ એમ કહ્યું કે સ્ટેન્ડ ની કોઈ જરૂરજ નથી *
મહારાજ બોલી ઉઠ્યા વાહ બેટા આતો તારો સારો ભાવ છે તો હર્ષ ના આંસુ આં પણ અફસોસ ના આંસુ?
અફસોસ એ વાત નો કે મહારાજ આં વસ્તુ નો શ્રેય બધા ને જ મળ્યો બસ મને ના મળ્યો હું એક સામાન્ય વ્યક્તિ બની રહી. અફસોસ એનો કે મારી કદર ન થઈ અને મને માન ના મળ્યું .
~ લેખિકા દેસાઈ માનસી શાસ્ત્રી અનેરી