થાઈરોઈડની સમસ્યા એવી છે કે જે દરેક લોકોને અસર કરે છે. હોર્મોનલ સંતુનના કારણે આ થાઈરોઈડની સમસ્યા આવે છે. જેનું સૌથી મોટુ કારણ છે આપણી લાઈફસ્ટાઈલ. બદલાતી જતી લાઈફસ્ટાઈલના કારણે થાઈરોઈડ જેવા રોગો ઘર કરી જાય છે.
આ બીમારીમાં વજન વધવા અથવા ઘટવાની સાથે હોર્મોન્સ પણ અસંતુલિત થઇ જાય છે. એક અભ્યાસ અનુસાર, પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં થાઈરોઈડની સમસ્યા 10 ગણી વધારે હોય છે. થાઇરોઇડના બે પ્રકાર છે – હાઈપરથાઇરોડિઝમ અને હાઈપોથાઇરોડિઝમ. ત્યારે આવો જાણીએ તેના લક્ષણો અને તેને કંટ્રોલમાં કરવાના ઉપાયો
થાઈરોઈડના લક્ષણો….
– વજનમાં વધારો અથવા ઘટાડો
– ગળામાં સોજો આવવો
– વાળ ખરવા
– નબળાઈ, ડિપ્રેશન, તણાવ, ઊંઘ ન આવવી
– ગરદનમાં દુખાવો, થાક લાગવો
કંટ્રોલમાં કે જળમૂળમાંથી ભગાવાના ઉપાય
હળદરવાળુ દૂધ
રોજ હળદરવાળું દૂધ પીવાથી પણ ઘણો ફાયદો થાય છે. હળદર થાઈરોઈડ ગ્લેન્ડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમે દૂધમાં હળદર નાખીને પી ન શકતા હો તો નવશેકા પાણીમાં પણ મિક્સ કરી પી શકો છો.
આદુ
થાઈરોઈડને કંટ્રોલ કરવા માટે આદુની આયુર્વેદિક સારવાર અપનાવી શકાય છે. આદુ ઝીંક, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા આવશ્યક ખનિજોથી સમૃદ્ધ છે.
અળસી
અળસીના બી ફેટી એસિડથી ભરપૂર હોય છે જે આપણા હૃદય માટે સ્વાસ્થ્યવર્ધક તો છે જ પરંતુ થાઈરોઈડની સમસ્યા માટે પણ ફાયદાકારક છે. તેમાં રહેલા મેગ્નેશિયમ અને વિટામિન બી 12 હાઇપોથાયરાયડિઝ્મથી લડે છે.
નાળિયેર
થાઈરોઈડના દર્દીઓ માટે નારિયેળ કોઈ સુપર ફૂડથી ઓછું નથી. નાળિયેરમાં હાજર મિડિયમ ચેઈન ફેટી એસિડ્સ (MCFAs) અને મિડિયમ ચેઈન ટ્રાઈગ્લિસરાઈડ્સ (MTCs) પાચનમાં સુધારો કરે છે.
મુલેઠી
થાઈરોઈડને કંટ્રોલમાં રાખવા માટે મુલેઠી પણ બેસ્ટ ઔષધી છે. તેના માટે ચપટી મુલેઠી પાઉડર ચામાં અથવા પાણીમાં મિક્સ કરીને રોજ પીવો.