નમસ્કાર મિત્રો,
ગત સપ્તાહે આપણે ગુરુ ગ્રહ બીજા સ્થાનમાં રહેલા બૃહસ્પતિ ગ્રહના શુભાશુભ પ્રભાવ વિષે જાણકારી મેળવી હવે આપણે ત્રીજા સ્થાનમાં રહેલા ગુરુ મહારાજના પ્રભાવો વિશે ચર્ચા કરીશું.
ત્રીજા સ્થાનમાં રહેલા ગુરુની માહિતી :
शेर तबियत मुन्सिफ दुनिया, दूर्गा पूजन जर राज का हो
असर भले जब तक २ उमदा, नष्ट खुशामद होता हो
४ शनि, बुध – देवे मन्दा, मारे मित्र कुल दुखिया हो
दूजे मंगल या ९ शनि बेठा, तारे सभी खुद सुखिया हो
મિત્રો, લાલ કિતાબમાં ત્રીજા સ્થાનનો કારક બુધ અને પાક્કા ઘરનો સ્વામી મંગળને માનવામાં આવ્યો છે એટલે આ સ્થાનમાં રહેલા ગુરુ પાર મંગલ અને બુધ બંને ગ્રહનો પ્રભાવ આવશે. આ સ્થાનના ગુરુને शेरो का नामी शिकारी કહેવામાં આવ્યો છે. અર્થ એ કે આવા જાતકો બહાદુર હોય છે. તેઓને ગુરુ મહારાજની સહાયથી હંમેશા તેઓની ઈચ્છાપૂર્તિ થતી રહે છે તથા તેઓનું સ્વાસ્થ્ય પણ સારું હોય છે. આવા જાતકો બહાદુર હોવાની સાથે સાથે ન્યાયસંગત સ્વભાવના પણ હોય છે. આવા જાતકો જો દુર્ગાપૂજન એટલે કે માતાજીના કોઈ પણ સ્વરૂપની આરાધના કરે અથવા કુંવારિકાઓ (એવી બાલિકાઓ જે માસિક ધર્મમાં પ્રવેશેલી ના હોય)ની સેવા કરે તો તેઓને આ સ્થાનના ગુરુનું વધુ શુભ ફળ તો પ્રાપ્ત થશે જ પણ એ સિવાય કુંડળીમાંના બુધની ઝેરી અસર પણ ધોવાતી રહેશે. જયારે કુંડલીના બીજા સ્થાનમાં ગુરુના મિત્ર ગ્રહો સૂર્ય, ચંદ્ર કે મંગલ હશે ત્યારે આવા જાતકને તેના ભાઈ બહેન તરફથી સહાય મળે છે પણ જો આવા જાતક ખુશામતી સ્વભાવના થઇ જાય એટલે કે જો તેઓ પોતાના મોઢે જ પોતાની પ્રશંસા કરે તો સમજી લેવું કે ત્રીજા સ્થાનના ગુરુનો અશુભ પ્રભાવ શરૂ થઇ ગયો.
હવે આપણે ત્રીજા સ્થાનના ગુરુની શુભતા અને અશુભતા વિશે જાણીશું.
ત્રીજા સ્થાનના ગુરુનો શુભ પ્રભાવ :
જો ત્રીજા સ્થાનનો ગુરુ ઉચ્ચ અવસ્થામાં હોય તો જ્યાં સુધી આવો જાતક કોઈની મૃત્યુશૈયા પાસે હોય ત્યાં સુધી એ વ્યક્તિનો જીવ શરીર નહિ છોડે. આવા જાતક બહાદુર અને પરિવારને દરેક મુશ્કેલીમાંથી ઉગારી લેનારા હોય છે. જો આ જ કુંડળીમાં બીજા સ્થાનમાં મંગલ હોય તો જાતક ન્યાયપ્રિય સ્વભાવનો અને ન્યાયકર્તા હોય છે. જો પાંચમા સ્થાનમાં ગુરુનો મિત્ર ગ્રહ શુભ અવસ્થામાં હોય તો જાતક કમાવવાનું શરુ કરે તે દિવસથી કમાતો રહેશે ત્યાં સુધી સારી આવક મેળવતો રહેશે. જો આવા જાતકના ઘરે સંતાન જન્મે તો જે દિવસે સંતાન જન્મે ત્યારથી લઈને જ્યાં સુધી આવો જાતક સંયુક્ત પરિવારમાં અને વડીલોની વચ્ચે રહેશે ત્યાં સુધી ગુરુના શુભ ફળ પ્રાપ્ત કરતો રહેશે. જો શનિ નવમે હશે તો જાતક અને તન અને ધનથી સુખી હોય છે. જો આ શનિ બીજા સ્થાનમાં હોય તો જાતક ચાલાક નજર, તેજ દિમાગ અને કોઈ પણ વ્યક્તિની વાત કરવાની રજૂઆત પરથી તેના વાત કરવાનો ઉદ્દેશ જાણી જનારો હોય છે.
ત્રીજા સ્થાનના ગુરુનો અશુભ પ્રભાવ :
મિત્રો, જેમ અપને ઉપરના શ્લોકમાં વાંચ્યું કે આવા જાતકો शेर तबियत હોય છે, તો એ જ વાત ગુરુના અશુભ પ્રભાવને પણ લાગુ પડે છે. જો આવા જાતકની કુંડળીમાં મંગલ બાદ થઈને બેઠા હોય તો આવા જાતકો જે માણસની સાથે શત્રુતામાં ઉતરે તેમને સંપૂર્ણ રીતે બરબાદ કરી નાખનારા હોય છે. કુંડળીમાંના અશુભ બુધની સ્થિતિ અને ચોથે બેઠેલો શનિ જાતકને અન્યનું લૂંટીને અમીર થનાર બનાવે છે. આવા જાતકો નાસ્તિક, મિત્રોને તથા ભાઈ બહેનને નુકસાન પહોંચાડનારા તથા કાફિર સ્વભાવના હોય છે. જો આવા જાતકોની કુંડળીમાં મંગલ બાદ હશે તો તેના લીધે તેમનો કેતુ પણ બરબાદ થશે એટલે કે જાતકનું સંતાન પણ દુઃખી અવસ્થામાં આવી જશે. જો આવા જાતકોની કુંડળીમાં ચંદ્ર બારમે હોય તો આવા જાતકો પોતાની ખુશામતને લીધે બરબાદ થાય છે અને જીવનમાં અસ્થિરતા પામે છે.
ત્રીજા સ્થાનમાં રહેલ ગુરુ મહારાજના ઉપાયો :
૧. માસિક ધર્મમાં પ્રવેશ ના કર્યો હોય તેવી કન્યાઓનું પૂજન કરીને તેમના આશિર્વદ લેવા. તેમને મીઠી વસ્તુઓ ખવડાવી તેમનો ચારણ સ્પર્શ કરવો. (મીઠી વસ્તુ એ મંગલ અને કન્યા એ બુધ. કન્યાપૂજન એટલે દુર્ગા પૂજન. બુધની કારક એવી દીકરીને આપણે મંગળની કારક એટલે કે મીઠી વસ્તુ ખવડાવીને આપણે ત્રીજા સ્થાનના ગુરુ માટે મંગલ અને બુધનો શુભ પ્રભાવ પ્રાપ્ત કરીશું.)
૨. જૂઠું ન બોલવું.
૩. મિત્રો અને ભાઈઓને સમય સમય પર મદદ કરતા રહેવું.
૪. કોઈનું છીનવી લેવું, માંસાહાર અને દારૂથી રહેવું.
૫. કોઈને વગર કારણે દગો ના આપવો.
૬. સંયુક્ત કુટુંબમાં રહેવું.
૭. રોજ દુર્ગાપૂજન કરવું.
૮. ખુશામતખોરીથી દૂર રહેવું.
આદિત શાહ – ૮૩૦૬૪૧૧૫૨૭