તે ક્યાં છે જેને હું શોધ્યા કરું છું
મનમાં ને મનમાં તેને રટ્યા કરું છું
નથી એટલો સમય કે તેને શોધવા નીકળુ
છતાં મનથી હું ક્યાંક ક્યાંક ભટક્યા કરું છું
તે ક્યાં છે જેને હું શોધ્યા કરું છું ….
ઊંડો સ્વાસ લઉં ને તે ખેંચાઈ આવે છે
ઉધઈ ખાય લાકડા ને તે મનને ખાવા આવે છે
તે છે ક્યાં જેના માટે હું આમ ભટક્યા કરું છું
તે ક્યાં છે જેને હું શોધ્યા કરું છું ….
ચાલવું થાય મારે આગળ ને
વિચારો પાછળ ચાલ્યા આવે છે
તે યાદ કરે ત્યારે મને હીંચકી ની બીમારી લાગે છે
તેની યાદમાં નિર્જીવ ને સજીવ માન્યા કરું છું
તે ક્યાં છે જેને હું શોધ્યા કરું છું ….
માનવી હું લાચાર , અંધારી રાતો છે
હું જીવું છું કેમકે હું એકલો છું
આ બધી ક્યાંક પુરાયેલી વાતો છે
નડતી ક્યાંક ને ક્યાંક જાતો છે
હું ખુદ ખુદને લડ્યા જ કરુ છું
તે ક્યાં છે જેને હું શોધ્યા કરું છું ….
~ રાજદીપ