એ અચાનક જ મને પૂછી બેઠો
તેં આજ સુધી કર્યું શું?
હા,
મેં કંઈ નવું કર્યું નથી.
બસ,ભૂલતી રહી છું,
મારા સ્વાદની રસોઈ
મારી પસંદનાં કપડા
મારા માટે જીવવાનો સમય
મારાં મિત્રો..મારાં શોખ..
મારાં ભગવાન અને એને ભજવાની રીત…
મને તો એપણ યાદ નથી કે હું મને યાદ છું કે નહિ!
અને કંઈ પણ ભૂલી જવાને કંઈ કર્યું થોડું કહેવાય?
મેં અત્યાર સુધી બીજું કર્યું છે ય શું?
નેહા પુરોહિત