આ કાંઇ નાનુ-મોટું ગ્લેશિયર નથી. તેનો આકાર લગભગ ગુજરાતના ક્ષેત્રફળ બરાબર છે. એટલું જ નહીં તે સમુદ્રની અંદર ઘણાં કિમીની ઊંડાઈ સુધી ડૂબેલું છે. પણ સૌથી મોટી ચિંતાનું કારણ એ છે કે આ ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યું છે. જો આવું થયું તો પૂરી દુનિયામાં દરેક સમુદ્રોનું જળસ્તર આવનારા 50 વર્ષોમાં 2 ફૂટ અને 70 વર્ષોમાં લગભગ 5 ફૂટ સુધી વધી જશે.
આ ગ્લેશિયરનું નામ છે થ્વાયટેસ. આ એન્ટાર્કટિકાના પશ્ચિમ વિસ્તારમાં સ્થિત છે. આ ગ્લેશિયરને લોકો ડૂમ્સ-ડે ગ્લેશિયર પણ કહે છે. મતલબ કે એવો ગ્લેશિયર જે કયામતના દિવસે પીગળશે. પાછલા 30 વર્ષોમાં તેના પીગળવાની ગતિ બેગણી વધી ગઈ છે.
આ ગ્લેશિયરનું ક્ષેત્રફળ 1,92,000 વર્ગ કિમી છે. એટલે કે કર્ણાટક રાજ્યના ક્ષેત્રફળ 1,91,791 વર્ગ કિમીથી થોડો મોટો અને ગુજરાતના ક્ષેત્રફળ 1,96,024 વર્ગ કિમી કરતા જરા નાનું છે.
સૌથી ખાસ વાત એ છે કે થ્વાયટેસ ગ્લેશિયરની પહોળાઈ સમુદ્રની અંદર 468 કિમી છે. આ ગ્લેશિયરના સતત મોટા મોટા આઈસબર્ગ તૂટી રહ્યા છે. હાલમાં જ આ ગ્લેશિયરમાં કાણુ પાડવામાં આવ્યું છે.
કાણા દ્વારા આ ગ્લેશિયરની અંદર એક રોબોટ મોકલવામાં આવ્યો છે. ત્યારે જાણ થઈ કે સમુદ્રની અંદર આ ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યો છે. જેની અંદર બ્રિટનના આકારનું કાણુ પાડી દેવામાં આવ્યું છે.
પ્રોફેસર અલી ગ્રાહમે જણાવ્યું કે, આવનારા 250 વર્ષોમાં વૈશ્વિક તાપમાન 2 થી 2.7 ડિગ્રી સેલ્સિયસ વધી જશે. જેનાથી આ ગ્લેશિયર સંપૂર્ણ રીતે પીગળી જશે. તેની પાછળ ગ્લોબલ વોર્મિંગ સૌથી મોટું કારણ છે.
VR Niti Sejpal