રોહનને મનનું મનમાં રાખતા આવડતુજ ન હતું.
આગળ બેસી, એણે ટેબલ પર બન્ને હાથ મુક્યા અને માયા સાથે સવારે થયેલી વાત કરી.
“મને માયા પાસે થી આવી અપેક્ષા ન્હોતી.” રોહન એ ફલિત કર્યું.
“I am sorry.” સુરેશ ધીરે થી બોલ્યો.
“શું? તુ શા માટે માફી માંગી રહ્યો છે?”
“કારણ કે સમીરને મેં કીધું હતું.”
“What!!” રોહન એકદમ શૉક થઈ ગયો.
“સુરેશ! તે મને ગુંચવણ માં મૂકી દીધો. તે આ
શા માટે કર્યું? You know he’s our competitor!”
સુરેશ નીચી નજર કરીને પોતાની સફાઇ આપી.
“હું તમારા બન્ને નો કોમન ફ્રેન્ડ છું. મને લાગ્યું કે સમીર તારો સાળો છે. આપણી મદદ કરશે અથવા સારી સલાહ આપશે.”
“સારી સલાહ my foot! તુ હજી એને ઓળખતો નથી. પાછળથી બે ડંડા મારશે અને કહેશે કે હું તમારી કમર સીધી કરી રહ્યો છું.”
“Look, I am sorry. પણ રોહન એને ખબર પડવા થી આપણી તરક્કીમાં કઈ ફરક નથી પડતો. એક ટેન્ડર પાસ ન થયું તો શું? We have four more.” સુરેશ એ રોહનને આશાનું કિરણ બતાવ્યું.
“You are right. પણ મને એને મારા પર હસવાનો એક પણ મોકો નથી આપવો.”
“એ છોડ. તે માયા સાથે સારું નથી કર્યું. એ હંમેશા તારી સાથે ઊભી રહી છે. તને એની વાત પર ભરોસો હોવો જોઈએ.”
રોહન સુરેશ સામે કટું હસ્યો અને કટાક્ષમાં બોલ્યો.
“આ તુ મને સમજાવી રહ્યો છે. એક divorcee!”
સુરેશને રોહનની વાત ખૂબ જ ખરાબ લાગી. પણ એ એક સારો મિત્ર હતો અને આ સમય ખોટું લગાડવાનું નહોતું.
“Divorcee છું, એટલે જ સમજાવુ છું. આ વાતને મોટી થવા નહિ દેતો. માયા પાસે માફી માંગી લે.”
લાંબી મિનિટો સુઘી ચુપ્પી ધારણ કર્યાં પછી રોહનએ સુરેશને પૂછ્યું,
“તે મને આજ સુધી નથી કીધું કે તારા અને સુધાના છુટ્ટાછેડા શા માટે થયા હતા?”
સુરેશ એ ઉપર નજર કરી અને વીતેલા દિવસો યાદ કર્યા. ગળામાં જાણે એક ડૂમો ભરાઈ ગયો.
“બહુ મામૂલી વાત ઉપર મતભેદ થયું હતું. પણ મને સુધા પાસે જઇને ખુલાસો કરવામાં ખૂબ અહમ ઘવાતો હતો. વાત વધતી ગઈ અને મતભેદ ક્યારે મનભેદ બની ગયું, ખબર જ ન પડી.”
સુરેશની આંખ ભીની થઈ ગઈ.
“પુરુષનો અહંકાર બહુ ખરાબ વસ્તુ છે. સુધા બાપ કહેતી, તો મને સાપ સંભળાતું. એ વાતાવરણને હલકું કરવા માટે હસતી, મજાક કરતી, તો મને લાગતું કે મારા પર હસી રહી છે.”
ઊંડો શ્વાસ લેતા સુરેશ એ આગળ વાત કરી.
“આ બધું એના ગયા પછી સમજમાં આવ્યું. એણે આ સંબંધ બચાવવાનો ઘણો પ્રયત્ન કર્યો. But as I said, male ego. મારો અહંકાર મારો સૌથી મોટો દુશ્મન બની ગયો.”
રોહનનું મગજ બહેર મારી ગયું. શું બોલે સમજમાં જ ન આવ્યું. એણે ક્યારેય પણ સુરેશ અને સુધાના વચ્ચે ની વાત ન ખબર હતી અને ન ક્યારેય એમાં એણે રસ લીધો હતો.
સુરેશ ઊભા થતા બોલ્યો,
“હવે મારી પાસે ફક્ત પસ્તાવો અને ખાલી હાથ રહી ગયા છે.”
દરવાજા માંથી બહાર નીકળતી વખતે સુરેશ એ જતા પહેલા રોહનને ફરી કીધું,
“Divorcee છું, એટલે જ સમજાવુ છું. I’ll handle the meeting. You take rest.”
(ક્રમશ:)