તારાં માથાનાં મોરપીંછ માંથી ટપકું એક રંગ દે,
આયખું પૂરું થતાં પહેલાં, એક પળ નો સંગ દે.
ન થઈ શકું ક્રાંતિકારી કાન્હા હું તુજ સમ કદી,
અર્જુન થવાની ક્ષમતા છે, સખા કેરો સંબંધ દે.
લોકેષ્ણા નો નાં રહે મોહ નાં ભ્રમિત થાઉં કદી,
અધર્મથી ભીડુ બાથ હું,મજબૂત બાજુબંધ દે.
નિરપેક્ષ કેવી રીતે રહું, સાચવે છે સતત તું જ,
રૈદાસ કબીર નાં દોહા, તુકારામ નાં અભંગ દે.
ક્યાંથી લાવું સુદામાના તાંદુલ, વિદુરની ભાજી,
ગમી શકું સૌને તારી જેમ, “સ્મિત” નિર્દંભ દે.
“સ્મિત” દેવેન્દ્ર કુમાર