આયુર્વેદમાં અનેક નેચરલ થેરાપી માં અને વડીલો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. તાંબાના વાસણનું પાણી પીવાથી શરીરની અંદર રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.
જેને સામાન્ય રીતે વાત ,કફ અને પિત્ત તરીકે ઓળખવામાં આવે છે લ. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરના ત્રણેય દોષોને નિયંત્રિત કરવાની ક્ષમતા વિકસે છે અને ત્રણેય દોષને કારણે જ શરીર રોગિષ્ઠ બને છે.
વાસણમાં સંગ્રહિત પાણીને તામ્ર જળના નામથી પણ ઓળખવામાં આવે છે તાંબા ના લોટા, તાંબા ના જગ કે ગ્લાસમાં આઠ કલાક રાખેલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી હોય છે. રોજ સવારે ખાલી પેટે તાંબાના વાસણમાં ભરેલું પાણી પીવાના ચમત્કાર તમે સાંભડ્યા હશે પરંતુ આ ફાયદા પાછળના સાઈન્ટિફિક કારણો જાણવા ની તમે ક્યારેય કોશિશ નહીં કરી હોય.
તાંબાના વાસણમાં ભરેલું પાણી પીવાના કારણે તમારી ત્વચાને જરૂરી બધાં જ પોષક તત્વો મળી રહે છે સાથે સાથે તમારી ત્વચાની કરચલીઓ, ત્વચાનું ઢીલાપણુ વગેરે દુર થાય છે અને શરીરની મૃત ત્વચા પણ દુર કરે છે અને નવી ત્વચા આવે છે. તાંબા વાસણની અંદર ભરેલું પાણી પીવાના કારણે તમારી ત્વચા કુદરતી રીતે ચમત્કાર બની જાય છે માટે સ્વસ્થ રહે છે. શરીરમાં રહેલા બેક્ટેરિયાને ખતમ કરે છે, થાઇરોઇડ નિયંત્રિત કરે છે, સાંધા ના દુખાવા, વા ના દુખાવા, સોજા દૂર કરે છે.
Related