સૌ માણસની ઈચ્છા હોય છે કે તે જે કાર્ય વિચારે એ સફળ જ થાય. પણ એ કેવી રીતે કરવું? ચાણક્યની એ બાબતે શુ સલાહ છે? એ સવાલનો જવાબ તેના ગ્રંથ “ચાણક્ય નીતિ”માં આપેલો છે.
ચાણક્ય કહે છે કે તમે જે કાર્ય વિચાર્યું હોય તે કોઈને કહેવું નહિ. બસ પોતાના જ મનમાં રાખવું અને તેની માટે યોજના બનાવવા મંડવું.
જો એ કાર્ય તમે બીજાને કહી દેશો અને પછી સફળ નહિ થાય તો લોકો તમારા પર હસશે. તે પછી તમને પોતાના જ પર વિશ્વાસ નહીં રહે. અને તમને કદી કાર્ય કરવાનું મન નહિ થાય.
તેથી હવેથી તમને જે પણ કાર્યને સફળ બનાવવું હોય તે કાર્ય કોઈને કહેતા નહિ અને જ્યારે સફળ થઈ જાય તે પછી જ લોકોને કહેજો.
VR Niti Sejpal