વાસ્તુશાસ્ત્રનો આપણાં જીવન સાથે ખાસ સંબંધ માનવામાં આવે છે. જો કે આપણી નાની-નાની ભૂલોને કારણે દેવી લક્ષ્મી નારાજ થઇ જાય છે અને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો આપણે કરવો પડતો હોય છે. આમ ઘરમાં જો તમે નાની-નાની વસ્તુઓનું ધ્યાન નથી રાખતા તો અંતે આર્થિક પરિસ્થિતિથી તમે કંટાળી જાવો છો અને પછી અનેક તકલીફો પડવાની શરૂ થઇ જાય છે.
બંધ તેમજ તૂટેલી ઘડિયાળ ઘરમાં ના રાખો
વાસ્તુ અનુસાર તમારા ઘરમાં તૂટેલી કે બંધ ઘડિયાળ હોય તો તરત જ તેનો ઘરમાંથી નિકાલ કરો. બંધ અને તૂટેલી ધડિયાળ ઘરમાં રાખવાથી ઘરની પ્રગતિમાં અનેક મુશ્કેલીઓ આવે છે અને નાણાંકીય તકલીફ પણ વધારે પ્રમાણમાં પડે છે.
બગીચામાં મોટા વૃક્ષો ના વાવો
ઘણાં લોકો ઘરના બગીચામાં મોટા-મોટા વૃક્ષો વાવતા હોય છે, પણ તમને જણાવી દઇએ કે વાસ્તુ અનુસાર મોટા વૃક્ષો ઘરના બગીચામાં હોય તો એનાથી નકારાત્મક ઊર્જા ફેલાય છે. આ સાથે જ જીવનમાં સફળતા તેમજ પ્રમોશન મળવામાં અનેક વિધ્નો આવી શકે છે. આ કારણે ઘરના બગીચામાં હંમેશા નાના વૃક્ષો વાવવા જોઇએ.
ફાટેલું પર્સ તરત જ બદલી નાખો
સામાન્ય રીતે લોકો પર્સ ફાટી જાય ત્યારે તેને બદલતા નથી અને તેને વાપરતા હોય છે. જો તમે પણ આવું જ કરતા હોવ તો હવેથી બંધ કરી દેજો. વાસ્તુ અનુસાર ફાટેલું પર્સ વાપરવાથી ઘરમાં પૈસાની તંગી પડવા લાગે છે અને આર્થિક રીતે પણ અનેક તકલીફો પડવા લાગે છે.
ઘરમાં પડેલા ખરાબ તાળાને ફેંકો
તમારા ઘરમાં ખરાબ તાળું પડ્યુ હોય તો તરત એનો ઘરમાંથી નિકાલ કરી દો. વાસ્તુ અનુસાર માનવામાં આવે છે કે ઘરમાં પડેલા ખરાબ તાળાથી ભાગ્યનો સાથ નથી મળતો અને અનેક કામમાં પણ નિષ્ફળતા મળે છે.
પથારીમાં બેસીને ખાવાનું ટાળો
જો તમને પથારીમાં બેસીને ખાવાની આદત હોય તો આજથી જ છોડી દેજો. કહેવાય છે કે પથારીમાં બેસીને ખાવાથી ધનની લક્ષ્મી નારાજ થઇ શકે છે અને સાથે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે છે.