સ્વાસ્થ્ય સારું હોય તો આપણે પણ ફિટ રહીએ છીએ. આ ભોગદોડભરી જીંદગીમાં સ્વાસ્થ્યનું અનેક રીતે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. સ્વાસ્થ્ય માટે તમે જેટલી એક્સેસાઇઝ કરો છો એટલા જ તમે હેલ્ધી અને ફિટ રહો છો. આ માટે તમે તમારી રસોઇમાં કેટલીક એવી વસ્તુઓને એડ કરો જે તમને ફિટ અને હેલ્ધી રાખે. આમ, તમારા માટે સૌથી બેસ્ટ કેલ્શિયમ, પ્રોટીનથી ભરપૂર કાચુ પનીર છે. આ પનીર તમારી માંસેપેશિઓને મજબૂત કરે છે અને સાથે જ આ ખાવાથી શરીરને જરૂરી વિટામીન સી મળે છે. તો જાણી લો તમે પણ સ્વાસ્થ્ય માટે પનીર કેટલું ફાયદાકારક છે.
જાણો ક્યારે ખાશો પનીર
- કાચું પનીર તમે નાસ્તો કર્યાના એક કલાક પહેલા ખાઓ.
- આ ખાવાથી તમે દિવસભર ઓવરઇટિંગથી બચશો.
- એક્સેસાઇઝના બે કલાક પછી પણ તમે પનીર ખાઇ શકો છો. આ પનીર ખાવાથી તમારા સ્વાસ્થ્યને અઢળક ફાયદો થાય છે.
- આ સિવાય તમે રાત્રે જ્યારે સૂઇ જાવો એના એક કલાક પહેલા પણ તમે પનીર ખાઇ શકો છો. કારણકે રાત્રે સુતી વખતે શરીરને ખાવાનું ડાયજેસ્ટ કરવા માટે પ્રોટીનની સૌથી વધુ જરૂરિયાત હોય છે.
પનીર ખાવાના ફાયદા
પનીરમાં કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, એન્ટી ઓક્સિડન્ટ્સ ગુણ હોય છે જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આનું સેવન કરવાથી શરરીમાં જરૂરી પોષક તત્વો સરળતાથી મળી રહે છે. આ સાથે જ શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરીને ગુડ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે. પનીર તમને બીજી અનેક બીમારીઓથી બચાવે છે.
એકસ્ટ્રા ચરબી ઓછી કરે
મોટાભાગના લોકો વજન વધી જવાના ડરને કારણે પનીર ખાવાનું ટાળતા હોય છે. પરંતુ આજે અમે તમને જણાવી દઇએ કે પનીરમાં લીનોલાઇક એસિડ હોય છે જે શરીરની એકસ્ટ્રા ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. આ સાથે જ ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી લાંબો સમય સુધી ભૂખ લાગતી નથી. જો તમે ઝડપથી વજન ઉતારવા ઇચ્છો છો તો સવારના સમયમાં એટલે કે 8 ી 10માં પનીર ખાઓ.