તમને બધાને એમ થતું હશે કે ડાયાબિટીસ ને ઊધઈ કેમ કહ્યું ,પરંતુ કારણમાં ફક્ત એટલું જ કહીશ કે જો ડાયાબિટીસ નિયંત્રિત ન કરી શકો તો તે શરીરના તમામ અંગોને ઘણું ખરું નુકસાન કરે છે. વિગતવાર ચર્ચા કરીએ.
ડાયાબિટીસ:- જ્યારે લોહીમાં ગ્લુકોઝ નું પ્રમાણ ૧૨૫ mg/dl થી વધી જાય ત્યારે તેનો ડાયાબિટીસ માં સમાવેશ થાય.તેના મુખ્યત્વે બે પ્રકાર છે:
Type- 1 ડાયાબિટીસ :- જે મુખ્યત્વે બાળકોમાં જોવા મળે છે.જ્યારે બાળકોમાં ઇન્સ્યુલીન નું ઉત્પાદન નિષ્ફળ જાય છે ત્યારે type – 1 ડાયાબિટીસ થાય છે.
Type -2 ડાયાબિટીસ :- આ પ્રકારનો ડાયાબિટીસ ઇન્સ્યુલિન નો શરીરમાં થતા ઉપયોગ ઉપર અસર કરે છે. સામાન્ય રીતે તે મેદસ્વીતા સાથે સંકળાયેલ છે.
– કેટલીક ગર્ભવતી સ્ત્રીઓને પણ ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ આવે છે જે ક્યારેક બાળક ના જન્મ સમયે જતો રહે છે તો ક્યારેક નિયંત્રિત થાય છે.
# જવાબદાર પરિબળો:-
– મેદસ્વીતા
– વારસાગત
– કોલેસ્ટેરોલ નું પ્રમાણ 40 mg/dl કરતાં ઓછું હોવું.
– બ્લડ પ્રેશર વધુ હોવું.
– ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ હોવો
– pcos હોવું
– ૪૫ થી વધારે ઉમરની વ્યક્તિ
– બેઠાળું જીવન
# અસરો :-
જો ડાયાબિટીસ નિયંત્રિત ન રહે તો નીચે મુજબ માઠી અસરો થઇ શકે છે.
– આંખની તકલીફ
– પગની તકલીફ જેવી કે બહેરાપણું, ડાયાબીટીક ફૂટ
– હ્રદયરોગ
– વાગ્યા ઉપર રૂઝ ન આવવી
– ડાયાબીટીક ન્યુરોપથી
– સ્ટ્રોક
– કિડનીના રોગો
– દાંતની તકલીફ
# લક્ષણો:– તરસ લાગવી- વારંવાર ભૂખ લાગવી- થાક લાગવો- ઝાંખી દૃષ્ટિ- વજનમાં વધારો કે ઘટાડો થવો.- માથાનો દુખાવો થવો
# નિદાન:- હવે ડાયાબિટીસ ને નિયંત્રણમાં કેવી રીતે લાવી શકીએ તે જાણીએ.
– નિયમિત સમયસર દવા લેવી.diabetes ને ખાસ અવગણના કરવી નહિ.તેને થોડું ગંભીરતાથી લેવું આવશ્યક છે.- સમયસર ગ્લુકોઝનું પ્રમાણ તપાસવું.જેથી નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. દવાઓની સાથે સાથે જીવનશૈલી માં પણ બદલાવ કરવો જરૂરી છે.
– તાજા,પોષકતત્વો યુક્ત આહાર, ફળો,શાકભાજી વગેરે આરોગવું.- તળેલો ખોરાક,ગરમ મસાલા યુક્ત આહાર ટાળવો.- સોડા,મીઠાઈ,કોલ્ડ ડ્રિંક આ બધી વાનગીઓનો ત્યાગ કરવો.- આલ્કોહોલનો ત્યાગ કરવો.- અઠવાડિયામાં ૫ દિવસ ફરજીયાત ૩૦ મિનિટ સુધી કસરત કરવી અથવા ચાલવા જવું.- વજન ઉતારવાનો પ્રયત્ન કરવો.જે લાંબા ગાળે દવા વગર ડાયાબિટીસ નિયંત્રણ કરવામાં મદદરૂપ નીવડે છે.- વધારે ચિંતા ન કરવી.- કયારેક ગ્લુકોઝ નું પ્રમાણ ઓછું થાય તો ચક્કર આવવા,ધ્રુજારી આવવી,પરસેવો થવો અને ઉબકા આવવા જેવા લક્ષણો જોવા મળે છે.તેવા સમયે ચિંતા કર્યા વગર ચોકલેટ અથવા ગ્લુકોઝ પાઉડર લેવો.
આટલી બાબતો ધ્યાનમાં રાખીએ તો ડાયાબિટીસ સામે લડત આપી શકીએ છીએ. સ્વસ્થ રહો મસ્ત રહો.