25 વર્ષ બાદ એનીવર્સરી પતાવી ને પરી કબાટ નું દ્રોવર ખોલ્યું જેમાં એક લવંડર રંગ ની વેલવેટ વાળી ડાયરી સોધી .સમય જોડે 25 વરસ ના સમય માં એને ઘનું પામ્યું ને ગુમાવ્યું પણ…
બસ એનું લીસ્ટ નીકળ્યું જે આમુજબ છે
1 વકીલ બનવું
2 દરેક Brand ના કપડા , જ્વેલરી , મેકઅપ , બુટ
3 પોતાનો આઈ ફોન
4 સરસ પ્રગતિ
5 બધું જ આવડવું
6 સોશ્યલ મીડિયા માં ફોલોવર
આગળ લગ્ન ના સપના
1 વેલસેટ ફેમિલી
2 સરો કમાઉ હેન્સમ પતિ
3 ખરીદીઓ કરવી
4 ડેસ્ટનેશન વેડિંગ
5 30. 40. તોલા સોનું
6 હેવી લેંગા
7 સારું ગિફ્ટ
લગ્નબાદ
1 ફક્ત રસોઈ કરવાની
2 શનિ રવિ બાર જ ફરવું ફિગર મેન્ટેન રાખવું
પણ આજે વર્તમાન સમય માં પરી જાડી સફેદ વાળ સિમ્પલ કોટન ડ્રેસ સાડી ને એક મંગલ સૂત્ર પરનારી જીવવાની ઉત્સાહ ગુમાવનાર આ
ફકત ડાયરી એ એને જીવન માં આવેલ પરિવર્તન ને દેખાડે છે
ફકત રસોઈ બનાવતી 14 વ્યક્તિ નો ચા કોફી નાસ્તો રસોઈ કરે બાળકો થી લઈ સસરા ની જવાબદારી ઉપાડી વરસ માં 2 વાર જ જનારી પરી ને જસ ના મળ્યો.
અને અંતે એ ડાયરી માં કાજલ થી એક લીટી દોરી ને બોલે છે “લો મે જાતેજ જસ ને સર્જ્યું અને એ ડાયરી પાછી લોકર માં બંધ થઈ જાય છે”
લેખિકા દેસાઈ માનસી શાસ્ત્રી