તમારા દરિયા દિલની આશ છે પણ તેની ખારાશનો ડર લાગે છે…
તમારા ફૂલ જેવા સ્પર્શની આશ છે પણ તેના કાંટાનો ડર લાગે છે…
તમારા ચાન્દરૂપી શીતળતાની આશ છે પણ અંધારી અમાસની રાતનો ડર લાગે છે…
તમારા નદી જેવા શુદ્ધ પાણી રૂપી મનમાં વિહાર કરવાની આશ છે પણ તેમા ડૂબી જવાનો ડર લાગે છે…
ઠંડા પવન જેવા તમારા અહેસાસની આશ છે પણ તે અદ્રશ્ય હોવાનો ડર લાગે છે…
તમારા સંદેશો આ’વાની આશ છે પણ રાહ જોવાનો ડર લાગે છે…
તમને મળવાની આશ છે પણ સમયનો ડર લાગે છે…
અંતે તમારા થઈ જવાની આશ છે પણ… ખુદને તમારા મા ખોવાઈ જવાનો ડર લાગે છે…