આ મજેદાર શબ્દની બદલાતી કહાની.
આશરે બે દશકા પહેલાં આ ઠેંગોની આખી દુનિયા જ આજે બદલાઈ ગઈ.
જ્યારે અમે નાના હતા ત્યારે કોઈને ખીજવવામાં ઠેંગાનો ઉપયોગ થતો. આને સારી રીતે સમજાવવા માટે આ વાર્તા જાણીએ.
ટીનું દરરોજ ભાઈ મુન્ના સાથે સ્કૂલમાંથી ઘરે જતી હતી ત્યારનો સંવાદ.
ટીનું : ભાઈ તને ઠેંગો ! મારી પાસે એક ચોકલેટ છે.
ભાઈ: મને દે, નહીં તો ઘરે જઈ હું તારી ખોટી ફરિયાદ કરીશ.
ટીનું : નહીં આપું , ઠેંગો ઠેંગો!
(ભાઈ ચોકલેટ હાથમાંથી ઝૂંટવે છે)
ટીનું : હું પપ્પાને કહીં દઈશ તે મારી ચોકલેટ લઈ લીધી.
(ભાઈ ચોકલેટ ખાતાં ખાતાં )
ભાઈ : ના ના, પપ્પાને ના કહેતી.
(ટીનું ઘરે આવીને પપ્પાને બધું કહે છે)
પપ્પ: આલે મારી ઢીંગલીને હું બે ચોકલેટ આપીશ.
ટીનું: ભાઈને ઠેંગો, ઠેંગો ! મને તો બે ચોકલેટ મળી ગઈ. .
આ તો એક વાર્તા છે પણ એવાં ઘણા તથ્યો આપણે બાળક હતા ત્યારે થયા જ હશે. જે આજે ફક્ત યાદ જ છે. આજે આપણે ઠેંગાનો અર્થ બદલાવી નાખ્યો, જે પહેલા કોઈને ખીજવવા માટે વપરાતો ઠેંગો likesમાં પરિવર્તીત થઈ ગયો. દરેક સોશિયલ મીડિયામાં કોઈને like કરવા માટે, done કરવા માટે, All the best કરવા માટે વગેરે કેટલી વાર આપણે આ ઠેંગાના ઈમોજીનો ઉપયોગ કરીએ છીએ.
આના પરથી સાબિત થાય છે કે પરિવર્તન સંસારનો નિયમ છે.
જો ઠેંગાનું પરિવર્તન likes માં થતું હોય તો આપણે માણસ જીવનમાં ઘણું પરિવર્તન લાવી શકીએ છીએ.
Related