ટેસ્લાના CEO એલન મસ્ક ટ્વિટરના નવા માલિક બની ગયા છે. મસ્કે આ માઇક્રો બ્લૉગિંગ સાઇટને ખરીદવા માટે 44 બિલિયન ડૉલર એટલે કે 3,368 અરબ રૂપિયાની ડીલ કરી છે. ટ્વિટરના ઇંડિપેડન્ટ બોર્ડના ચેરમેન બ્રેટ ટેલરે ભારતીય સમય અનુસાર રાતના 12 વાગીને 24 મિનિટ પર એક પ્રેસ રિલીઝમાં મસ્ક સાથે થયેલી ડીલ વિશે જાણકારી આપી હતી.
મસ્કને ટ્વિટરના દરેક શેર માટે 54.20 ડૉલર (4,148 રૂપિયા) ચુકવવા પડશે, તેની પાસે પહેલાથી જ ટ્વિટરમાં 9%ની ભાગીદારી છે. તે ટ્વિટરના સૌથી મોટા શેર હોલ્ડર છે. તાજા ડીલ બાદ તેમની પાસે કંપનીની 100% ભાગીદારી હશે અને ટ્વિટર તેમની પ્રાઇવેટ કંપની બની જશે.
ડીલમાં શું છે અને તેને કેવી રીતે મંજૂરી મળી?
CNNના રિપોર્ટ અનુસાર, એલન મસ્કના માલિકીના હક ધરાવતી કંપની બન્યા બાદ ટ્વિટરના તમામ શેર હોલ્ડર્સને દરેક શેરના બદલે 54.20 ડૉલર એટલે કે 4,148 રૂપિયા કેશ મળશે. શેરની આ કિંમત મસ્કના ટ્વિટરમાં 9%ની ભાગીદારીનો ખુલાસો કર્યા પહેલાના મુકાબલે 38% વધારે છે.
મસ્કે ગત અઠવાડિયે કહ્યુ હતુ કે તેમણે ટ્વિટરને ખરીદવા માટે 46.5 બિલિયન ડૉલરના ફાઇનાન્સની વ્યવસ્થા કરી છે. તે બાદ ટ્વિટરના બોર્ડે મસ્કની ઓફર પર નવેસરથી વિચાર કર્યો હતો. રવિવારે મસ્કની ઓફર પર ચર્ચા માટે ટ્વિટરના બોર્ડની મહત્વની બેઠક પણ મળી હતી.
મસ્કે ટ્વિટરને અનલૉક કરવાની વાત કરી
સોમવારે મોડી સાંજે આ સમાચાર આવ્યા હતા કે ટ્વિટરના બોર્ડે મસ્કની ઓફર મંજૂર કરી લીધી છે. એવામાં આ લગભગ નક્કી થઇ ગયુ હતુ કે મસ્ક જ ટ્વિટરના નવા માલિક બનશે. માઇક્રો બ્લૉગિંગ સાઇટની ખરીદી ડીલ ફાઇનલ થયા બાદ મસ્કે ટ્વીટ કરીને ફ્રી સ્પીચની વકાલત કરી હતી. સાથે જ તેમણે ટ્વિટરને અનલૉક કરવાની વાત કરી હતી.