દીકરીએ માઁ ને ખુશખબર આપવા ફોન કર્યો.
“માઁ. અમે અલગ થઈ રહ્યા છીએ.
આજે શુભ ચોઘડીયે અમે ટોકન આપી આવ્યા, ભાઈને ફોન આપ એને પણ આ ખુશ ખબર આપું”
દીકરીને અભિનંદન પણ કહ્યા વિના ફોન કાપતા પહેલા માઁ નો રડમસ અવાજ બસ એટલું જ કહી શક્યો બેટા, ભાઈ ઘરે નથી. એ પણ આજે “એના ઘર” નું ટોકન આપવા ગયો છે.