વેસ્ટ ઇન્ડિઝે (West Indies) ઐતિહાસિક જીત મેળવી ઝળહળતી સિદ્ધિ મેળવી છે. પહેલા ટેસ્ટ મેચમાં યજમાન બાંગ્લાદેશે (Bangladesh) આપેલ 395 રનના ટાર્ગેટને પાર કરી ટેસ્ટ મેચ તેના નામે કરી છે. આ ટેસ્ટ મેચ ઇતિહાસમાં પાંચમો મોકો છે જ્યારે કોઇ ટીમે 395 રનનો ટાર્ગેટ મેળવ્યો હોય. વેસ્ટ ઇન્ડિઝના (West Indies) હીરો કાઇલ મેયર્સે (Kyle Mayers) બેવડી સદી ફટકારી હતી.
કાઇલ 210 રન બનાવી અણનમ રહ્યો. આ કાઇલનો પહેલો ટેસ્ટ મેચ છે. પહેલાજ મેચથી આ ખેલાડી છવાઇ ચુક્યો છે. પહેલી જ મેચમાં બેવડી સદી ફટકારનાર બહુ ઓછા ખેલાડીઓની યાદીમાં કાઇલ મેયર્સે (Kyle Mayers) તેનું નામ સુવર્ણ અક્ષરોમાં નોંધાવ્યુ છે.
યજમાન બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ (Bangladesh vs West Indies) વચ્ચે ચટગાંવમાં 3 ફેબ્રુઆરીથી ટેસ્ટ મેચ રમાઇ રહ્યો છે. બાંગ્લાદેશે પહેલી ઇનીંગ્સમાં 430 રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝે તેના જવાબમાં 259 રને આઉટ થઇ હતી. આ રીતે બાંગ્લાદેશને પહેલી ઇનીંગ્સમાં 171 રનની સરસાઇ મળી હતી. બાંગ્લાદેશે બીજી ઇનીંગ્સમાં 8 વિકેટના નુકસાને 223 રન બનાવી દાવ ઘોષિત કર્યો. વેસ્ટ ઇન્ડિઝને જીત માટે 130 ઓવરમાં 395 રનનું લક્ષ્યાંક આપ્યુ.
28 વર્ષના કાઇલ મેયર્સે બોનર આઉટ થયા પછી પણ મેચ પર પકડ જાળવી રાખી. દબાણમાં આવ્યા વગર તેણે આક્રમક રમત શરૂ કરી. બારબાડોસના આ ખેલાડીએ ફક્ત 310 બોલમાં 210 રન મેળવીને 20 ચોકા અને 7 છક્કા વિંઝ્યા. વેસ્ટ ઇન્ડિઝે 15 બોલ બાકી હતા 3 વિકેટથી મેચ જીતી લીધી.
આ લક્ષ્યનો પીછો કરત ટેસ્ટ ક્રિકેટની પાંચમી સૌથી મોટી જીત છે. સૌથી મોટી જીતનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના નામે જ છે. 2003માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 418 રનનું લક્ષ્ય મેળવી મેચ જીત્યો હતો. દક્ષિણ આફ્રીકા, ભારત અને ઓસ્ટ્રેલિયા એક એક વખત 400થી વધારે લક્ષ્ય મેળવી ચુક્યા છે.
VR Sunil Gohil