મારી બાળપણ ની આનંદ માણતી જિંદગીમાં મને મારી જિંદગી કૈંક શીખવાડી રહી હતી.
પહેલો અનુભવ મારો એવો હતો ક બધા ઘરમાં કૉમ કરતા’તા. પણ પહેલા તો એ કહેવા માંગું સુ ક બાળપણમાં બધાની મનગમતી વસ્તુ જેમાં જલેબી – ફાફડા પણ ફિક્કા પડે તેવી મને મારી માટી બોલાવી રહી હતી.
રોજેરોજ મને તે બોલાવે અને મન પણ એના વગર રહેવાય નઈ. છાનો માનો જતો અને માટી ખાઈ લેતો. પણ બધા દિવસ હરખા ન હોય. એવું જ થયું મારે પણ મારા પપ્પા ઘરે આવેલા હતાઅન હું છાનો માનો જેમ રોજેરોજ કરતો હતો તેમ તે દિવસે પણ જતો રહ્યો. પણ તે દિવસ જાણે કે છેલ્લો દિવસ હતો તેના સાથેની મિત્રતાનો.
હું ગયો તો ખરો માટી ખાવા પણ મારા પપ્પા જોઈ ગયા ને મન થાંભલે બાંધ્યો અને માર્યો પણ આ કોઈ વ્યસન જેવું જ હતું જેમાં વગર નવાં વર્ષ એક સંકલ્પ લેવા જેવું થઈ ગયું. પણ ત્યારથી બંધ કરી તે પછી કોઈ દિ’ તેને અડ્યો જ નઈ.
મારી મમ્મીએ મને એક સાઇડ લઇ જઇને સમજાવ્યો ક આવી માટી- બાટી ન ખવાય. કારણ ક તેનાથી પથરી થાય સ એવું મારી મમ્મીએ કીધું. હું સમજી પણ ગયો.
એક દિવસ એવું બન્યું ક મારા ઘરની બાજુમાં દાદા રહેતા હતા. જેમને પણ પથરી થઈ હતી. મારા મમ્મીને ખબર લેવા જતા હતા તો એમની સાથે મુંય ગ્યો. બધા ખબર લેતા’તા તો મુંય ખબર લેવા જ્યો. અને ખબર ખબર માં મેં એમને પૂસી લીધું. શું તમેય માટી ખાત્તા ?
દાદાની smile જોવા જેવી હતી.
“હાચું કઉ તો 56 ભોગ પણ side માં રહે તેવો સ્વાદ હતો મારી માટીનો. જે ક્યારેય નઈ ભુલાય.”
2. કહેવામાં તો ઘણી ટેવ હતી મારામાં પણ કહેવાય છે ને કે સમય આવતા ટેવ સુધરી જાય તેવી એક ટેવ હતી.
ચાર બહેનો ને એક ભાઈ જેમાં મને તે ભાઈની ટેવ લાગેલી. અસલ માં તે કોઈ ભાઈ ન હતો પણ તે એક અંગૂઠો હતો. જ્યાં સુધી મોઢામાં ન મૂકું ત્યાં સુધી તો નિંદર ન આવે. જાણે તેમાં એવું તો શું જાદુ
” ભૂખ તેનાથી ભાગતી ને
નિંદર તેનાથી આવતી. ”
મારી આ રોજેરોજની ટેવ થી બધા કંટાળી ગયા હતા. એક દિવસ મારા અંગૂઠા પર ભેંસ નું છાણ લગાડી દીધું પણ આતો ટેવ કહેવાય એમ થોડી છૂટે. અંગૂઠા ને ધોઈને પાછું મારું કાર્ય ચાલું થઈ ગયું. ખરેખર મારા અંગૂઠા ની ચામડી 70 કે 80 વર્ષના ડોશી હોય ને તેમની ચામડી જેવી થઈ ગઈ હતી. પણ જ્યારે ધીમે ધીમે મોટો થયો તો આપોઆપ તે ટેવ સુધરી ગઈ. હું પણ કંટાળી ગયો હતો આવી ટેવથી.
3. હવે આ કંઈ ટેવ નથી પણ મારા જીવનનો અનુભવ લખી રહ્યો છું.
મારા પરિવારમાં 7 સભ્યો સિવાય 2 વધારે સભ્યો ઉમેરાયા. જેમાં તે બંને સભ્યો વચ્ચે કાંઈ ભેદભાવ રાખતા ન હતા. જેમાં એકનું નામ મંતો અને બીજાનું નામ મોઇ. જ્યારે શાળાએ જઈને ઘરે આવતા ત્યારે અમને જોઈને એનો આનંદ જ ના સમાતો .એવું અમારે પણ એના વગર અમારે પણ રહેવાય નઈ. ઘરે આવીને બેગ મૂકીને સીધા જ એના પાસે રમવા જતાં રહેતા . ઘરે કંઈ પણ વસ્તુ ખાવાની મારા મમ્મી- પપ્પાને લાવતા તો એની સાથે વહેંચી ને ખાતા હતા.
આપણને તો ઉપર ને નીચે બંને બાજુ દાંત હોય તો પણ અખરોટ તૂટી ના શકે અને તેણે તો નીચે જ દાંત હતા તો પણ બધું જ ખાઈ લેતી હતી.
મારા મમ્મીને સવારે ઉઠે ને દૂધ કાઢવા બેસે ને સાથે સાથે અમે પણ ઊઠી જતાં. મને તો સહેલું લાગતું આ દૂધ કાઢવાનું પણ કહેવું ને કરવું ઘણું અઘરું હોય છે. જે ત્યારે ખબર પડી કે મારા મમ્મીને બહાર ગામ ગયેલા હતા ને સાંજે દૂધ કાઢવાનો સમય હતો. ઘરે કોઈ ન હતું મારી બેન ને હું કરતા પણ શું કરતાં જે જોયેલું તે કરવા બેસી ગયા. મોઈ ને છોડી અને તે તેની મમ્મી મંતો પાસે ગઈ. તેની ભૂખ તો મટી ગઈ અને તેણે પાછી બાંધી હતી. હવે, દૂધ કાઢવાનો સમય આવ્યો જેમા કંઈ અનુભવ વગર બેસી ને જ્યારે દૂધ કાઢવા બરણી મૂકી તો તરત તે મંતોયે લાત મારી ને બરણી તો ગઈ ઉકરડા માં. અમે તો ગભરાઈ ગયા હવે શું કરીએ તેને દૂધ કાઢવા દીધું તે ન જ દીધું.
પછી ઘરે મારા મમ્મીને આવ્યા તેઓ દૂધ કાઢવા બેસી ગયા પણ ભેંસે દૂધ ન આપ્યું. મારા મમ્મીને ચિંતા થઈ શું થયું આજે પણ અમે તો કંઈ બોલ્યા જ નઈ. પણ બાજુ વાડા પડોશી જેમણે વાત જણાવી કે આવું કર્યું હતું તમારા છોકરાઓએ. ત્યારે મારા મમ્મી કાંઈ ન બોલ્યા.
લખનાર: Rajdip
સાથ આપનાર: Vilpa and Nikita