ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર આર. વિનય કુમારે આંતરરાષ્ટ્રીય અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. ખેલાડીએ ટ્વીટ કરી આ અંગેની જણકારી આપી હતી. વિનય કુમાર ભારત તરફથી એક ટેસ્ટ, 31 વનડે અને 9 ટી-20 મેચ રમી ચુક્યો છે. ટીમ ઇન્ડિયાની જર્સીમાં તે છેલ્લે નવેમ્બર 2013માં મેદાન પર ઉતર્યો હતો.
તેના આ છેલ્લા વનડે મેચમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 9 ઓવરમાં એક વિકેટના નુકસાને 102 રન આપ્યા હતા. બેંગલુરૂમાં રમાયેલ આ મેચમાં ઓપનર રોહિત શર્માએ તેની વનડે કેરિયરની પહેલી બેવડી સદી ફટકારી હતી. રોહિત શર્માની બેવડી સદીના કારણે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને 57 રનથી હરાવવામાં સફળ રહી હતી.
આર. વિનય કુમારે 31 વનડેમાં 37.44 સરેરાશથી 38 વિકેટ લીધી. તો તેણે 9 ટી-20 મેચમાં 24.70 સરેરાશ પર 10 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ એકમાત્ર રમાયેલ ટેસ્ટ મેચમાં તેણે 1 વિકેટ ઝડપી હતી. કર્ણાટકના 37 વર્ષના આ ખેલાડીએ ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં રમવાનો મોકો મળ્યો. વિનય કુમારે 2010માં ઝિમ્બામ્બે વિરૂદ્ધ ભારત માટે વનડે ફોર્મેટમાં ડેબ્યુ કર્યુ હતુ.
આ મેચમાં રોહિત શર્માએ કારકિર્દીની પહેલી સદી ફટકારી હતી. તેણે 119 બોલમાં 114 રન બનાવ્યા હતા. જો કે ઝિમ્બામ્બે આ મેચ 6 વિકેટથી જીતી ગયુ હતુ.
આર. વિનય કુમારે નિવૃત્ત થવાના નિર્ણય અંગે કહ્યુ કે આજે દવંગરે એક્સપ્રેસ 25 વર્ષ દોડવા અને ક્રિકેટની જિંદગીના આટલા બધા સ્ટેશન પાસ કરીને એ સ્ટેશને પહોંચી ગયો છે જેને સંન્યાસ કહેવામાં આવે છે. આટલી બધી ભાવનાઓ સાથે હું વિનય કુમાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ શ્રેણી ક્રિકેટમાં સંન્યાસ લેવાની જાહેરાત કરૂ છુ.
ટ્વીટ કરતા ખેલાડીએ કહ્યુ કે મારા માટે આ નિર્ણય કરવો સરળ ન હતો. જો કે દરેક ખેલાડીના જીવનમાં આવો સમય આવે છે જ્યારે તેણે નિવૃત્ત થવુ પડે છે.
VR Sunil Gohil