જો તમે તમારા બાળકને ગરમ ખોરાક ફુંક મારીને આપો છો. તો તે તમારા પર ભારે પડી શકે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ આદત બાળકોના દાંત માટે નુકસાનકારક છે. તેથી જો તમે તમારા બાળકના દાંતને સ્વસ્થ રાખવા માંગતા હો, તો ખોરાક પર ફૂંક મારશો નહીં.
માતા-પિતા તેમના બાળકના ઉછેર માટે ખૂબ કાળજી રાખે છે. માતા બાળકને ખવડાવતી વખતે ખુબ જ ધ્યાન રાખે છે. પણ ફુંક મારી મારીને જમવાનું આપવામાં આવે અને ગરમ ભોજન બાળકને આપવામાં આવે તો બાળકના દાંતને અસર કરી શકે છે. દાંત ફૂટે તે પહેલાં જ બાળકના દાંતની તબિયત બગડી શકે છે.
ઓસ્ટ્રેલિયન અભ્યાસ મુજબ, ઘણા બાળકોને તેમની માતાઓમાંથી સ્ટ્રેપ્ટોકોકસ મ્યુટન્સ વાયરસ મળે છે. જ્યારે માતા-પિતા ખોરાક પર ફૂંક મારીને બાળકને ખવડાવે છે. ત્યારે માતાપિતાના મોંમાં રહેલા સૂક્ષ્મજંતુઓ ખોરાકમાં જાય છે અને ખોરાક બાળકના મોંમાં પ્રવેશે છે.
આ અભ્યાસ મુજબ તમારા દાંતમાં રહેલા જંતુઓ ફનલ દ્વારા એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં પસાર થઈ શકે છે. જો તમારા દાંતમાં કેવિટી છે અને તમે તમારા બાળકના મોંમાં ખોરાક આપો છો. તો તમારા મોંમાં રહેલા જંતુઓ તમારા બાળકના મોંમાં જવાની શક્યતા વધારે છે.
જ્યારે આ સૂક્ષ્મજંતુઓ સંપર્કમાં આવે છે. ત્યારે તે બાળકના દાંત સુધી પહોંચે તે પહેલાં. તેમના દાંત પર એક લેયર બનવા લાગે છે. જેના કારણે બાળકના દાંતમાં કેવિટી થાય છે. કીટાણુઓને દાંતમાં પ્રવેશતા લગભગ પાંચથી છ મહિના લાગે છે. આમ દાંત નીકળવાની ઉંમરમાં બાળકોરના દાંત પર કીટાણુ લાગે છે.
કઈ બાબતનું ધ્યાન રાખશો?
– બાળકના ખોરાકને પંખા નીચે અથવા તો ખુલ્લી હવામાં રાખીને ઠંડો કરો.
– બાળકના ગ્લાસને અલગ રાખવો. આ સાથે જ બાળકની ચમચી પણ અલગ રાખવી.
– બાળક જન્યા પછી તેનુ મોંઢું ભીના કપડાથી સાફ કરવું.
– દરરોજ બાળકના દાંતની સાથે સાથે જીભ પણ સાફ કરવી.