આપણી બીજી પાળીમાં જે જીવન આપણે જીવીએ, તે અસલમાં આપણી જુવાનીનું પ્રતિબિંબ હોય છે. એમ કહેવાયને કે જુવાનીના કરેલા બુઢાપામાં ભોગવવા પડે.
આ વિચાર આપણા બધા માટે શાબ્દિક રીતે લાગુ પડે છે. પછી તમે ભલે કોઈ પણ સંસ્કૃતિ, ધર્મ કે પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા હો, તેનાથી કાંઈ ફરક નથી પડતો. મહત્ત્વની વાત એ છે કે આપણે બધા મનુષ્ય છીએ જેને ભટકાઈ જવાનું વલણ હોય છે. તમે કબુલ કરશો કે આપણે બધા ક્યારે ન ક્યારે પાટા પરથી સરકી ગયા હશું. નીચેનું વૃતાંત એક વ્યક્તિના વાસ્તવિક જીવનનું ઉદાહરણ સાથે એક વિચાર પ્રેરક એપિસોડ પણ છે.
ઋતુરાજ એક સુખી અને બેફિકર માણસ, જે સ્વાદિષ્ટ ભોજનનો ખૂબ જ શોખીન હતો. એમ લાગતું, કે તે વાસ્તવમાં ફક્ત ખાવા માટે જીવી રહ્યો હતો. જ્યારે ખોરાકની વાત આવતી, ત્યારે તે પોતાને રોકી નહોતો શકતો. કોઈની ફિકર કર્યા વગર, તે ચાર હાથે ઠાંસી ઠાંસીને જમતો. એટલી હદ સુધી કે પાછળથી વધુ જમયાના પરિણામ સ્વરૂપે, તેને દવા લેવામાં પણ કાંઈ વાંધો નહોતો. આ જ કારણસર, તે કાયમ ઉબકા અને અપચોનોથી અસ્વસ્થ થઈ ફરિયાદ કરતો રહેતો.
ત્યારબાદ, તે તેની પત્ની અને પોતાને ખોટા વચનો આપ્યા કરતો, “હું શપથ લઉં છું, આ છેલ્લી વાર હતું! હવે પછી જો હું હદપાર જમું, તો મને તરત રોકી, ઠપકો આપજે.”
તેમ છતાં, સ્વાદિષ્ટ વાનગીઓની સુગંધ આવતા જ, તે તમામ પ્રતિજ્ઞાઓ ભૂલી જતો.
પરંતુ આપણે બધા જાણીએ છીએ કે મધ્યસ્થતામાં જ બધું સારું લાગે. કોઈપણ વસ્તુ જે તેની મર્યાદાને ઓળંગે, તે ચોક્કસપણે તેની આડઅસરો દર્શાવીને રહે.
આજે, ચાલીસના દાયકાના અંતમાં, સ્થૂળતા બીજી ઘણીબધી સમસ્યાઓમાંથી એક છે, જે ઋતુરાજ ભોગવી રહ્યો છે. લાંબી વિગતોમાં પડ્યા વિના સમજીલો, કે તેની સર્જરી થઈ છે, અને હવે તેને કાયમ માટે દવા ઉપર જીવવાનું છે. તેનો આહાર સીમાંત થઈ ગયો છે, અને તે પણ મોટાભાગે સલાડ ખાવવું ફરજ થઈ પડ્યું છે. ડૉક્ટરોએ તેને ચેતવણી આપી છે કે જો તે લાંબું જીવવા ઇચ્છતો હોય, તો ક્યારેય તેની જૂની આદતો તરફ પાછો ફરે નહીં.
અને આ બધી ઝંઝટ શા માટે….? બસ ફક્ત સ્વાદ…એ પણ ત્રણ ઇંચની જીભ ઉપર!!!
શમીમ મર્ચન્ટ