જીવન માં સપનાઓ તો હોવા જોઈએ
કોઈ પૂરાં કે કોઈ અધૂરાં પણ હોવા જોઈએ
કોઈ પૂરાં થવાની શર્ત વિનાના પણ હોવા જોઈએ
જીવન માં સપના ઓ તો હોવા જ જોઈએ
મનમાં ઈચ્છાઓ પણ હોવી જ જોઈએ
જીવન માં ચાલતા ખરાબ સમય માં
આજ ઈચ્છાઓ અને સપનાઓ જ જીવન માટે બળતણ રૂપ છે
જીવન ની આ ગાડી જયારે બંધ પડે છે
ત્યારે કોઈ જીવન ના આ સપનાઓ જ તેને વેગ વન્તી બનાવે છે
ઘણા માટે તો આ સપનાઓ જીવન જીવવા માટે ઉદ્દેશય રૂપ હોય છે
એટલે જ જીવન માં સપનાઓતો હોવા જ જોઈએ
કોઈ ના વહી ગયા પછી એને મળવાનું
જો કોઈ માધ્યમ હોય તો એ આ સપનાઓ જ છે
યાદો પણ જાણે સપનાઓ થકી જ જીવંત હોય છે
આ સપનાની દુનિયા હકીકત થી ભલે વિપરીત હોય પણ
હકીકતો ને થોડી ક્ષણો માટે આ સપનાઓ થી જ ભૂલી શકાય છે
ખબર નહીં સપનાઓ સાચા પડે છે કે નહીં પણ
જીવન તો આ સપનાઓ ને સાકાર થતા જોવા માટે જ જીવાય છે
હા, સપનાઓ વિનાનું જીવન જાણે નીરસ બની જાય છે
જીવન માટે નો ઉત્સાહ અને આત્મબળ સપનાઓ થકી જ મળે છે
જીવન માં સપનાઓ ઘણા બહુ મૂલ્ય છે
એટલે જ તો જીવન માં સપનાઓ તો હોવા જ જોઈએ
હેતલ. જોષી