હૈ ખુદા
ધર્મ બનાવ તો એક જ બનાવજે
નહિતર વિધર્મ જ રાખજે
માનવી બનાવ તો સ્વાર્થ વગરનો બનાવજે
નહિતર પૃથ્વીને વાજણી રાખજે
આંખો આપ તો ખુશાલી દેખાડજે
નહિતર એને ખાલી બીબા જ આપજે
હાથ આપ તો દાન માં જ ઉપડાવજે
નહિતર એને લુલાં જ રાખજે
રૂપ આપ તો મન અને રંગ બંનેનું આપજે
નહિતર એને બેઢંગુ અને બદસૂરત જ રાખજે
ઉંચું સ્થાન આપ તો યોગ્યતાને આપજે
નહિતર જેમ છે તેમ જ રાખજે
ધન આપ તો મદદમાં જ વપરાવજે
નહિતર એને કાગળ જ રાખજે
જીવન આપ તો સારું જ આપજે
નહિતર એને તારું જ રાખજે
~ હીર