જીવનસાથી ની પસંદગી માટે શું ફક્ત પેહલી મુલાકાત વકતે 5 જ મિનિટ ની વાત જરૂરી છે??
આપણે રોજ news paper કે social media ઉપર વાંચતા કે જોતા હશું કે લગ્નજીવન થી કંટાળી યુવક / યુવતી એ આપઘાત કર્યો અથવા એક બીજા થી છૂટાછેડા લીધા પરતું આ વાત નું મૂળ કારણ જ્યારે તમે પહેલી મુલાકાત કરો તે જ છે આ વાત ને વિસ્તારથી સમજીએ..
તમે જ્યારે કોઈ છોકરી / છોકરો જોવો જાવ છો અને જ્યારે તમે પહેલી વાર વાત કરવાનું કેહવામાં આવે છે ત્યારે મોટાભાગના લોકો તો શાંત જ બેસતા હોઇ છે થોડી વાર અને પછી પૂછે છે કે શું તમને ગમે , શું બનવતા આવડે રસોઈ માં પરતું ખરેખર તમારે ત્યાં ખુલીને કેહવુ જોઈએ કે મારો આ ધ્યેય છે જીવનમાં અને તમારી જે ઈચ્છા હોય અથવા જે goal હોઈ તે કહો એટલે કે જ્યારે તમે પેહલા વાત કરો ત્યારે જો યોગ્ય mindset થી વાત કરો છો તો ક્યારેય આપઘાત તેમજ છૂટાછેડા જેવી પરિસ્થિતિ નું નિર્માણ થતું જ નથી કેમ કે વિવાહ એ વાહન સમાન છે તેના માટે બંને વ્હિલે યોગ્ય રીતે જ ચાલવું પડે …!!!